અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પંથકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના જન્મદિને ખુશીનો માહોલ

જસદણ પંથકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના જન્મદિને ખુશીનો માહોલ
ભારતીય જનતા પાર્ટીના ડાયનેમિક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે ગુરૂવારે પોતાની જીવનયાત્રાના ૬૭ વર્ષ પુર્ણ કરી ૬૮ માં વર્ષમાં વટભેર પ્રવેશ કરતાં આજ સવારથી ગુજરાતભરના વિવિધ ગામોના ભાજપના આગેવાનો, હોદ્દેદારો, અને કાર્યકરો દ્વારા અનેક લોક કલ્યાણકારી કામો થઈ રહ્યાં છે ત્યારે આ પ્રસંગે આજે ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરાએ તો આ જન્મદિન અવસરે હજજારો દર્દીઓને વ્હારે આવી 
તેમને વિનામૂલ્યે દવા ઓપરેશન નિદાન સારવાર કેમ્પનું આયોજન હાથ ધર્યું છે આ ઉપરાંત મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ટીમએ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું
 ભાજપના યુવા નેતાઓ અલ્પેશભાઈ રૂપારેલિયા, વિજયભાઈ રાઠોડએ પાટીલજીને જન્મદિનના અભિનંદન આપતાં જણાવ્યું હતું કે તેઓ ૨૦ જુલાઈ ૨૦૨૦ થી ગુજરાત પ્રદેશના ૧૩માં અઘ્યક્ષ બનવાને થોડાં મહીનામાં ત્રણ વર્ષ પુરા કરશે આ સમયગાળામાં પાટીલજીએ અનેક નિર્ણયો લઈ પાર્ટીને વધુ ઊંચાઈ પર લઈ જવામાં ખુબ સફળ રહ્યા છે ત્યારે પાટીલજીને આ બંને ભાજપના યુવા નેતાઓએ અભિનંદન પાઠવ્યા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો