અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ યુવા ભાજપ અગ્રણી વિજયભાઈએ પાટીલને અભિનંદન પાઠવ્યા

જસદણ યુવા ભાજપ અગ્રણી વિજયભાઈએ પાટીલને અભિનંદન પાઠવ્યા 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો સતત બીજી વખત દેશના  100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવતાં જસદણ શહેર જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ પાટીલજીને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ 89 હજાર થી વધુ મતોથી જંગી સરસાઈ થી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. તેઓની મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જુલાઇ 2020માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા તેમજ મતદારો પ્રત્યે ડોર ટુ ડોર કાર્યકરો સંપર્કમાં રહે તે પ્રયાસ માટે પેજ સમિતિની રચના કરી જે આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ પણ પેજ સમિતિના કાર્યને બીરદાવ્યું છે અને દેશભરમાં કાર્યરત કરવામાં આવ્યું છે.
પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી  સી.આર.પાટીલની મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવુ માર્ગદર્શન આપી  પેજ સમિતિના સશ્ત્રથી તમામ ચૂંટણી જેવી તે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને  વિજય બનાવ્યા છે અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા છે જેનો લાભ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પક્ષને ભવ્યથી ભવ્ય જીત થઇ કે જે કોંગ્રેસનો જ રેકોર્ડ તોડી 182 માંથી 156 બેઠકોમાં ઐતિહાસિક વિજય અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું