કર્ણાટકની એક ચૂંટણી સભાના સંદર્ભમાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં કેસ ચાલતા રાહુલને સજા થઈ છે .આપણે ત્યાં સુરતથી માંડીને ગુજરાત અને ભારત ભરમાં લાખો કેસો વરસોથી પેન્ડિગ છે અહીં તરત કેસ ચાલી પણ ગયો સજા પણ થઈ ગઈ
બીજે દિવસે તરત જ લોકસભાના સચિવાલયે રાહુલને સાંસદપદેથી હકાલપટી કરી પછી સાંસદ હોવાને નાતે રાહુલને અપાયેલો બંગલો ખાલી કરાવવામાં આવ્યો .અને હવે આપની સરકારી ટેલિફોન કંપની બી.એસ.એન.એલ.એ રાહુલના મોબાઈલનું ઈન્ટરનેટ કનેક્શન બંધ કરી દીધું રાહુલને અપાયેલો સરકારી નંબર બંધ કરી દીધો.
આવી જ રીતે સરકાર અને ટેલિફોન કંપની બધા જ ભૂતપૂર્વ સાંસદોને અને મતરીઓને અપાયેલા બંગલા ખાલી કરાવે .બી.એસ.એન એલ તાત્કાલિક આ લોકોના સરકારી કનેક્શન બંધ કરે તો આપણા ભારતીયોના મહેનતના કરવેરાના કરોડો રૂપિયા બચી જાય.
મોદી અને ભાજપનું કદ હવે રાહુલ અને કોંગ્રેસ કરતા અનેક ઘણું વધી ગયું છે .હવે રાહુલને રોજ ઊઠીને આટલું બધું મહત્વ આપવાની કોઈ જરૂર જ નથી.
મોદી અને રાહુલ વચ્ચે કોઈ જાતની સરખામણી હવે શક્ય જ નથી .જો કદાચ રાહુલ મોદી સામે ચૂંટણીમાં ઊભા રહે તો ભાજપવાલા રાહુલની ડિપોઝીટ પણ જપ્ત કરાવી દે .
ભાજપ કદાચ આગામી લોકસભાની ચૂંટણીમાં રાહુલને વિપક્ષના વડાપ્રધાનપદના સંયુક્ત ઉમેદવાર રૂપે જોવા માંગતી નથી. પણ જો ભાજપના સારા નસીબે રાહુલ વિરોધપક્ષના સંયુક્ત વડાપ્રધાન તરીકે જાહેર થાય તો લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જયજકાર થાય એમ છે આશરે 350 થી વધુ બેઠકો બી.જે.પી. એકલાં હાથે જીતી શકે એમ છે
રાહુલનો બંગલો ખાલી કરાવવાનો શુ મતલબ? રાહુલનું ટેલિફોન કનેક્શન કાપી નાખવાનો શુ મતલબ ? રાહુલ ગર્ભશ્રીમંત વ્યક્તિ છે .રાહુલ પાસે જવાહરલાલ ઇન્દિરા કે રાજીવ સંજય જેવો કરિશ્મા જાદુ નથી એ કબુલ પણ આ લોકોનો મબલખ વારસો છે રાહુલ ધારે તો બીજા દસ બંગલા ખરીદી શકે છે 200 મોબાઈલ કનેક્શન લઈ શકે છે પછી આ બધી માથાકુટનો મતલબ હેતુ શુ?.
રાહુલ હવે કદાચ સીધા ચૂંટણી મેદાનમાં આવશે નહીં પડદા પાચલથી દોરી સંચાર કરશે.
મોદીનો આજની તારીખે દૂર દૂર સુધી કોઈ હરીફ દેખાતો નથી .કોંગેસને હવે ટકવું હોય તો પ્રાદેશિક પક્ષ સાથે બાંધછોડ કરવી પડશે નહી તો કોંગેસને 50 બેઠકો પણ મુશ્કેલીથી મળશે.
હવે રાહુલ અને કોંગ્રેસને છૂટી મુકી દો .આગામી લોકસભાની ચૂંટણી પછી મોદી વધુ મજબૂત અને કદાવર નેતા બની બહાર આવશે એ નક્કી જ છે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information