જીવનના દરેક પ્રસંગોના યાદગાર ગીતો લખનાર ગુલશન બાવરા
હાલ પાકના લાહોર પાસેના શેખપુરામાં 12 એપ્રિલ 1937 માં જન્મેલા ગુલશન બાવરાનું મૂળ નામ ગુલશન મહેતા હતું.
7 વરસ પછી ગુલસનની મુલાકાત કલ્યાણજી આણંદજી સાથે થઈ કલ્યાણજીની ફિલ્મ "સટ્ટા બજાર" માં ગુલસનના ગીતો " તુમે યાદ હોગા " " ચાંદી કે ચંદ ટુકડો કે લિયે" સુપરહીટ થયા ગુલશન તડકબધક રંગીન શર્ટ પહેરવાના શોખીન હતા તેથી મિત્રો તેમને પાગલ વ્યક્તિ બાવરા નામથી બોલવતા તેમનું નામ ગુલશન બાવરા જ પડી ગયું
ગુલસને લગભગ 250 ની આસપાસ ગીતો લખ્યા છે ગુલશને જીવનમાં આવતા દરેક ખાસ મોકા પર યાદગાર ગીતો લખ્યા છે ગુલશનનું મનોજ આશા પ્રાણવાલી ઉપકારનું ગીત " મેરે દેશ કી ધરતી " આજે પણ દેશભક્તિ ગીતોમાં મોખરાનું સ્થાન ધરાવે છે અમિત જયાની જંજીરનું " યારી હે ઇમાન મેરા" દોસ્તી માટે બેમિસાલ ગીત છે
ગુલશને દોસ્તી રોમાન્સ મસ્તી ગમ ખુશી દરેક પર ગીતો લખ્યા છે
ગુલશને ' મેરે દેશ કી ધરતી " અને યારી હે ઇમાન મેરા " એમ બે ગીતો માટે શ્રેષ્ઠ ગીતકારના બે ફીલ્મફેર એવોર્ડ મળ્યા છે
તમે પડદા પર ગુલસનને જંજીરનું " દિવાને હે દિવાનો કો" ગાતા જોઈ શકો છો
ગુલશનના ઘણા બધા ગીતોને રાહુલદેવ બર્મને સગીતથી સજાવ્યા છે.
ગુલશને ઉપકાર જંજીર સનમ તેરી કસમ અગર તુમ ના હોતે કસમે વાદે સત્તે પે સત્તા ખેલ ખેલમેં આવાજ પવિત્ર પાપી વિશ્વાસ ફિલ્મમાં સુપર દુપર હિટ ગીતો લખ્યા છે
પ્રાણ પર ફિલ્મવાયેલું ઉપકારનું મન્ના ડેનું કસમે વાદે તમે આજે પણ સાંભળો તો તરત જ તમારી આંખો ભીની થઇ જાય.
7 ઓગસ્ટ 2009 માં ગુલશન મુંબઈમાં 72 વરસની વયે અવસાન પામ્યા.
આપણા અનેક પ્રસંગોને સુરીલી સરગમથી ભરી દેનાર ગુલશનને કોટી કોટી વંદન.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information