ઘણી વખત તમારો એક તમાચો તમારા પરિવાર સમાજ અને દેશને વધુ ફાયદો કરી શકે છે
આપણા નવા નવા માતાપિતા બનેલા માતાપિતાને ખબર જ હોતી નથી.પોતાના બાળકોનું ચણતર ભણતર ઘડતર કરવાનું છે સંસ્કાર કેળવણી આપવાના છે એ માટે પહેલા માતાપિતાને શુ કરવાનું છે ? કેવી રીતે બાળકનું ચણતર ભણતર ઘડતર કરવાનું છે? સંસ્કાર શિસ્ત કેવી રીતે આપવાના છે ? એ માટે કોઈ માર્ગદર્શન સલાહ સુચનો કેમ મળતા નથી? કોઈ કલાસ કોઈ વાત સમજાવવાવાલું કેમ કોઈ મળતું નથી?
બાળકોને સત્યનિષ્ઠા પ્રમાણિકતા નિખાલસતા ધીરજ શિસ્ત આદર કેમ શીખવવા એમાં માતાપિતા થાપ ખાઈ જાય છે
માતાપિતાએ પોતે એક આદર્શ છે એમ રહેવું પડશે કારણકે બાળકો મોટેભાગે માતાપિતાનું જ અનુકરણ કરે છે બાળકોને પોતાના માતાપિતા દેવદુત જેવા લાગે છે
માતાપિતાએ એ વાતની ખાસ કાળજી લેવાની છે કે તમારી ચીસાચીસ ગાળો અપશબ્દો ખામીઓ ખૂબીઓની બાળકો પર મોટી અસર થાય છે
આપણા કમનસીબે સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે તેનાથી બાળકોને દાદાદાદી નાના નાની પાસેથી જે માર્ગદર્શન સલાહ સુચન ઠપકો ડાટ સ્નેહ હેત જાણકારી મળતી હતી તે બંધ થઈ ગઈ તે બાળકો માટે બહુ મોટી ખોટ કહેવાય
આપણી ચિંતાઓ તાણ સમસ્યાઓ મુશ્કેલીઓ તકલીફોની દાઝ પત્ની અને બાળકો પર પહેલા ઉતરે છે આમ થવું ના જોઈએ
ઓફીસ કે દુકાનેથી કંટાલેળો પિતા કે ઘરના કામ કંકાસથી કંટાલેળી માતા બાળકને નાના તોફાન મસ્તી માટે ઢીબી નાખે છે
માતાપિતા બાળકો સાથે કરાતા આવા વર્તનના ભવિષ્યમાં કેવા પડઘા પડશે એનાથી અજાણ હોય છે
કોઈ પણ બાળક ક્યારે પણ મારથી શિસ્તબદ્ધ બનવાનું નથી હિસાનો ભોગ બનતું બાળક જૂઠું બોલતા શીખે છે
આ બળકોને ખબર જ હોતી નથી કે માયાપિતા ઘર કેવી રીતે ચલાવે છે ?
આ યુવાનો આગળ જતાં માતાપિતાને ઘરમાંથી બહાર પણ કાઢી શકે છે આજે આપણા શિક્ષિત યુવાનોની સોચ સંકુચિત થઈ ગઈ છે આજના યુવાનોને ભોગવિલાશ સીવાય કઈ સમજ જ પડતી નથી
સૌથી ગંભીર બાબત એ છે કે આપણી જરા બેદરકારી ગફલત આપના પરિવાર સમાજ અને દેશને નુકસાન ના કરે એ પહેલાં જોવાની માતાપિતાની ફરજ છે
આપણે ઘણી વખત જોઈએ છે કે સંતાન કોઈ ખોટું કામ કરી આવે તો માતાપિતા તરત જ પડદો પાડી વાત છુપાવી લે છે આ બધું ભવિષ્યમાં બહુ ભારી પડી શકે છે
તમારા લાડપ્યાર તમારા સંતાનને બગડતા તો નથી ને?
જો તમારો હીરો માવા ગુટકા દારૂ ડ્રગ્સ પી ગામમાં લડાઈ ઝઘડો કરતો રહેતો હોય તો સમજી લેવું કે દીકરો હાથમાંથી ગયો.
જે ઘરમાં મોટા સંતાનને માતાપિતા મુન્ના લાલો કહેતા ફરે છે એ માતાપિતાને ખબર જ પડતી નથી કે લાલો ક્યારે લાલામાંથી ભાઈલોગ બની ગયો ખબર પડતી નથીં
દરેક માતાપિતા એક વાત ખાસ સમજી લે કે ઘણી વખત તમારા પ્યાર કરતા તમારો તમાચો તમારા પરિવાર સમાજ અને દેશને વધુ લાભ કરી શકે છે.
અબ્બાસભાઈ કૌકવાલા
સુરત
93769 81427
Tags:
Information