અમરેલીનું ગૌરવ વધારતી ફાતેમા ત્રવાડી:એમએસસી માઇક્રોબાયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સૌરાષ્ટ્રના જાણીતા અને અમરેલીમાં વસવાટ કરતા એડવોકેટ શાકિરભાઈ એન ત્રવાડીના સુપુત્રી ફાતેમાબેનએ તાજેતરમાં એમએસસી માં માસ્ટર ડિગ્રીમાં અવ્વલ નંબર મેળવતાં તેમને ઠેર ઠેરથી (મો.9825508352 શાકિરભાઈ) ઉપર અભિનંદન મળી રહ્યાં છે. બાળવયેથી શિક્ષણમાં હોશિયાર ફાતેમાબેનએ માઇક્રોબાયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવતા મારવાડી યુનિવર્સીટીએ ડિગ્રી આપતાં તેમને દાઉદી વ્હોરા સમાજ સહિત સૌરાષ્ટ્રભરની રાજકિય, સામાજિક, સેવાકિય, ધાર્મિક, શૈક્ષણિક, વૈદકિય, વેપારી, ઓદ્યોગિક, જેવી અનેક સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ ફાતેમાબેનને વિવિઘ માધ્યમો પર અભિનંદન પાઠવ્યા હતા.
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News