વિંછીયા ખાતેથી કોર્ડીન સીરપનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા પ્રતિબંધીત કોર્ડીન સિરીપ રાખી કે વેચાણ કરતા મેડીકલ ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય,
જેથી પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં પ્રતિબંધીત કોર્ડીન સિરીપ રાખી કે વેચાણ કરતા મેડીકલ ઉપર વોચ રાખી ધોરણસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય,
જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી બી.સી.મીયાત્રા તથા શ્રી કે.એમ.ચાવડા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીમાં હતા.
દરમ્યાન સંયુક્ત બાતમી આધારે હકિકત મળેલ કે, વરતેશભાઈ પરસોત્તમભાઇ સાકરીયા રહે,જનડા કંધેવાળીયા તા-વિંછીયા જી-રાજકોટ વાળો વિંછીયા સ્થિત પોતાના કબ્જા ભોગવટા વાળા દુર્ગેશ મેડીકલ સ્ટોરમાં પ્રતિબંધીત કોર્ડીન સિરીપ રાખી વેચાણ કરે છે તેમ હકિકત મળેલ હોય,
જે હકિકત આધારે ઔષધ નિરીક્ષક શ્રી ટી.એમ મહેતા સાહેબ તથા તેમની ટીમ સાથે મજકુરના મેડીકલે રેઇડ કરતા rx chlorpheniramine maleate & codeine phosphate syrup, CODIREM 100 M.1 ક્ષમતા વાળી બોટલ નંગ-૧૯૦ ની કિ.રૂ.૩૧,૯૨૦/- સાથે ઝડપી પાડી વિંછીયા પો.સ્ટે ખાતે જાણવાજોગ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજકોટની ટીમ દ્રારા મજકુરનુ મેડીકલ શીલ કરેલ છે.
પકડાયેલ આરોપી:- વરતેશભાઇ પરસોત્તમભાઇ સાકરીયા જાતે-કોળી ઉ.વ-૨૯ ધંધો-વેપાર રહે,જનડા કંધેવાળીયા તા-વિંછીયા જી-રાજકોટ કબ્જે કરેલ મુદામાલઃ-
rx chlorpheniramine maleate & codeine phosphate syrup, CODIREM 100 M.I ક્ષમતા વાળી બોટલ નંગ-૧૯૦ ની કિંમત૩.૩૧,૯૨૦૦/- કામગીરીમાં રહેલ અધિકારી/કર્મચારી:- એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.જાડેજા સા. તથા પો.સબ.ઇન્સ. બી.સી.મીયાત્રા તથા કે.એમ.ચાવડા તથા પો.હેડ.કોન્સ હિતેશભાઇ અગ્રાવત તથા વિજયભાઇ વેગડ તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ.
તથા વિજયભાઇ ગૌસ્વામી સહિત નાં આ કામગીરીમાં જોડાયા હતા.