અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લોકસેવક બાબુભાઈને અંજલિ પાઠવતાં યુવા ભાજપ અગ્રણી અલ્પેશભાઈ રૂપારેલિયા

લોકસેવક બાબુભાઈને અંજલિ પાઠવતાં યુવા ભાજપ અગ્રણી અલ્પેશભાઈ રૂપારેલિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સૌરાષ્ટ્રના જાણીતા લોકસેવક બાબુભાઈ અસલાલીયાનું રવિવારે રાજકોટ મુકામે ૭૪ વર્ષની વયે નિધન થતાં સમગ્ર પટેલ સમાજમાં શોકની લાગણી છવાઈ છે ત્યારે જસદણ નગરપાલિકાના પુર્વ પ્રતિનિધિ અને ભાજપના યુવા અગ્રણી અલ્પેશભાઈ રૂપારેલિયાએ તેમનાં નિધનને એક સાચો લોકસેવક ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી 
આ અંગે અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે બાબુભાઈએ વર્ષો સુધી અનેક સંસ્થામાં દિલથી કાર્યરત રહી સમાજના છેવાડાના અનેક લોકોનાં કાર્યો કરી એક ખરાં અર્થમાં તેઓ દેવદૂત બન્યાં હતાં તેમનાં નિધનના પગલે તેમની ભારે ખોટ વર્તાશે ભાવિ પેઢી માટે સેવા મુકી જનારા બાબુભાઈને કુદરત સ્વર્ગમાં ઊંચું સ્થાન પામે એવી અલ્પેશભાઇએ પ્રાથના કરી હતી.
વધુ નવું વધુ જૂનું