ભોયરા ગામે તા. ૧૫ મે સોમવારના રોજ ૧૧ કુંડી મહાયજ્ઞ અને લોકડાયરો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ચોટીલાના આંખડીયાની બાજુમાં ભીખુભાઈ વલકુંભાઈ ખાચરની વિડમાં ભોયરા ગાળામાં આવેલ વિખ્યાત નાગબાઈ માનો વડ ખાતે આગામી તા.૧૫ મે સોમવારના રોજ ૧૧ કુંડી મહાયજ્ઞ અને લોકડાયરો યોજાશે જે અંગે સ્થાનિક સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પુજારી ડાયાભા હરદાસભા ચારણએ દરેક ભાવિકજનોને જાહેર નિમંત્રણ પાઠવેલ છે આગામી સોમવારે સવારે ૧૧ કુંડી મહાયજ્ઞ શરૂ થશે હેમાધ્રી, ગ્રહ શાંતિ, માતાજી પુજન, યજ્ઞ પુજન, અને બીડું હોમાયા બાદ મહાપ્રસાદ યોજાશે આ યજ્ઞના આચાર્યશ્રી તરીકે અજયભાઈ ડી જોષી રેહશે બાદ રાત્રિના લોકડાયરામાં લોક સાહિત્યકાર ઉદયભાઈ ધાધલ, હરેશદાન સુરુ, અમરભા ગઢવી, રાજભા નાગલનેશ, વાલાભા ગઢવી રાતને રઢિયાળી બનાવશે આ અવસરે ગુજરાતભરમાંથી સાધુ સંતો મહંતો અને દાનવીરો પધારી આ ધાર્મિક ધામમાં થતી સેવા પ્રવુત્તિ અંગે યોગ્યતા મુજબ મદદ કરશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાગબાઈ માં અને આવળ માંનું એક નવું બાંધકામ સ્વ નાગરાજભાઈ ભરતભાઈ ધાધલની યાદમાં બાંધવામાં આવ્યું હતું કુદરતી સોંદર્યથી શોભતી આ ભરપુર જગ્યામાં દુર દુર સુધીના લોકો આવે છે અને પક્ષીને ચણ સહિતની અનેક જીવદયાની પ્રવુતિ થાય છે વધું વિગત માટે પુજારી ડાયાભા (મો.8160540713) દરેક ભાવિકો અને પ્રવાસીઓ સંપર્ક સાધે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352