આપણે ત્યાં જે શિક્ષકમિત્રો શાળામાં ભણાવતા હોય તે શિક્ષકો ખાનગી ટ્યુશન કલાસ ચલાવી શકે નહી એવો કાયદો છે પણ અમલ કોણ કરે?
આશરે 90 ટકા શાળામાં નોકરી કરતા શિક્ષકો પોતાનું ખાનગી ટ્યુશન ધમધોકાર ચલાવે છે આખા ગામને ખબર છે પણ આપણા શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણઅધિકારીને જ ખબર નથી.આ શિક્ષકો શાળામાં ભણાવતા નથી અને વિદ્યાર્થીઓને પોતાને ત્યાં ટ્યુશન આવવા દબાણ કરે છે મારે ત્યાં ટ્યૂશન આવે તો પરીક્ષામાં પાસ કરી દઈશ એમ લાલચ આપે છે.
આપણી દરેક શાળામાં વર્ગખંડોમાં એક વર્ગમાં 50 થી 60 વિદ્યાર્થીઓ ઠસોઠસ ઘેટાં બકરાની જેમ ભરેલા હોય છે .આમાં સ્વાભાવિક છે કે શિક્ષક તમામ વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપી શકે નહી.તે શક્ય પણ નથી હોશિયાર વિદ્યાર્થીઓને પણ વર્ગમાં શુ ચાલી રહ્યું છે તે ખબર પડતી નથી.આપણે ત્યાં વર્ગમાં હવે સાચું શિક્ષણ અપાતું જ નથી તેથી ટ્યૂશન કલાસ ચાલ્યા કરે છે.
કોઈ મધ્યમ વર્ગના વાલીના બે સંતાનો ભણતા હોય તો એ વાલી માંડ 20 000 હજાર મહિને કમાતો હોય તો દીકરાઓને ભણાવવાનો ખર્ચો ક્યાંથી કાઢે?20 000 હજારમાં આખો મહિનો ઘર ચલાવે કે દીકરાઓને ભણાવે? દર મહિને ભણાવવાનો ખર્ચો ક્યાંથી લાવે?
આપણી વાલીઓની માનસીકતા એવી હોય છે કે જેમ વધુ પૈસા ખર્ચવાથી સારું ફ્રીજ કે ટી વી .મળે છે એમ વધુ ખર્ચ કરવાથી વધુ સારી ડીગ્રી ખરીદી શકાય છે આને કારણે વાલીઓ વ્યાજે રૂપિયા લઈ દેવું કરીને પણ સંતાનોને ભણાવે છે
સીથી નવાઈની વાત એ છે કે ભણીગણીને વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્નેનું લક્ષ્ય હોશિયાર બનવાનું નહી પરીક્ષામા વધુને વધુ માર્ક લાવવાનું હોય છે આમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો કરતા ગાઈડ અને વર્ગખંડ કરતા ટ્યુશન વધારે મદદ કરે છે
આપણે ત્યાં જેટલા પણ ટ્યુશન કલાસો ચાલે છે એ લોકોનું કામ વિદ્યાર્થીઓને સંસ્કારી અને સારા નાગરિક બનાવાનું નહી પણ ગમે તેમ કરીને પણ પરીક્ષામાં વધુને વધુ માર્ક લાવવાનો હોય છે એ માટે ટ્યુશન ક્લાસના સંચાલકો ગમે તે હદે જઈ શકે છે અરે કેટલાક સંચાલકો તો પરીક્ષામાં ચોરી કેમ કરવી એ રીતસર શીખવાડે છે આ એક કડવી હકીકત છે
આ રીતે ચોરી કરીને પાસ થયેલો વિદ્યાર્થી ટ્યુશન ક્લાસનું નામ બજારમાં ચમકાવવામાં મદદ કરે છે અરે અમુક જગ્યા પર તો શિક્ષકો ખુદ ચોરીઓ કરાવી પોતાની શાળાનું પરિણામ ઊંચું લાવે છે ધન્ય છે આવી શાળાઓ ધન્ય છે આવા શિક્ષકો ધન્ય છે આવા વિદ્યાર્થીઓ
જે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારો દેખાવ કર્યો હોય એની પાછળ આપણા ટ્યૂશન સંચાલકો પડી જાય છે આ વિદ્યાર્થીઓએ ભલે પોતાની જિંદગીમાં ટ્યૂશન ક્લાસનું મોઢું પણ ના જોયું હોય એની પાસે લખાવી લેવામાં આવે છે કે આજ ટ્યુશન ક્લાસમાં ટ્યુશન લેતો હતો એટલે જ આટલી સફળતા મળી છે .બદલામાં વિદ્યાર્થીઓને કિંમતી ભેટસોગાદો આપવામાં આવે છે અરે કેટલીક વાર તો વિદ્યાર્થીઓના આવનાર શેક્ષણિક વરસનો અભ્યાસનો ખર્ચો ઉપાડવાની વાતો પણ થાય છે.
આ રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓને ફોડી બીજા જ દિવસથી પેપરોમાં વિદ્યાર્થીઓની તસ્વીર ટ્યુશન ક્લાસના નામ સાથે મોટા અક્ષરમાં છાપી બીજા વિદ્યાર્થીઓ અને વાલીઓને ફસાવવામાં આવે છે .જાળ બિછાવવામાં આવે છે અને બીજા વિદ્યાર્થીઓનો શિકાર કરવામાં આવે છે
એક વિદ્યાર્થી બધા વિષય બરાબર ભણે છે સમજે છે અને પોતાના મગજમાં ઉતારે છે બીજો વિદ્યાર્થી કોઈ પણ વિષય સમજ્યા વગર ગાઈડ વાંચીને કે ચોરી કરીને સારા માર્ક્સ મેળવી લે છે.હોશિયાર વિદ્યાર્થી ગાઈડની મદદ લેતો નથી કે પરીક્ષામાં ચોરી પણ કરતો નથી એટલે તે લાયક હોવા છતાં ઓછા માર્ક આવે છે
આમાં શુ થયું કઈ સમજ પડી હોશિયાર અને ઠોઠ બન્ને વિદ્યાર્થીઓ એવું માની લે છે કે ચોરી કરવાથી સારા માર્ક આવે છે પ્રગતિ થાય છે
આપણી સ્કૂલોમાં જે શિક્ષણ આપવામાં આવે છે એમાં કઈ દમ હોતો નથી ભલીવાર હોતો નથી.શિક્ષકોને ભણાવવામાં રસ હોતો નથી અને વિદ્યાર્થીઓને ભણવામાં રસ હોતો નથી સ્કૂલમાં પોતાનું નામ ચાલુ રાખવું હોય તો વર્ગખંડમાં આવવું પડે અને હાજરી પુરાવવી પડે એ દરેક વિદ્યાર્થી જાણતો હોય છે તેથી વિદ્યાર્થી મને કમને શાળામાં તો આવે છે પણ ભણવામાં ધ્યાન આપતો નથી એતો બસ ધમાલ મસ્તી રખડપટ્ટી કરે છે શાળા કરતા ચાહની કીટલી પર કે પાનના ગલ્લે વધુ જોવા મળે છે .
જો કોઈ વિદ્યાર્થી ખરેખર ભણવા માંગતો હોય તો બધા એને ગમાર બોચિયો કહી ઉતારી પાડે છે
શિક્ષક એમ જ માને છે કે વિદ્યાર્થી ટ્યુશન ક્લાસમાં ભણે છે ટ્યુશન કલાસવાલા એમ માને છે કે વિદ્યાર્થી શાળામાં ભણીને આવ્યો છે એટલે હજારો રૂપિયા ફી લઈને પણ પુનરાવર્તન અને હોમવર્ક આપી ગાડું ગબડાવે છે આમ શાળામાં વિદ્યાર્થીઓએ પસાર કરેલા પાંચ કલાક નકામા જાય છે ટ્યુશનમાં પણ હજારો રૂપિયા ખર્ચવા છતાં કોઈ ભણાવતું નથી આમાં વિદ્યાર્થીઓનો બન્ને બાજુથી મરો થાય છે આમાં શિક્ષણનું સ્તર ક્યાંથી ઊંચું આવે ?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information