અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણા ગયા પછી આપણા ઘરનું વાતાવરણ કેવુ હશે ?

આપણા ગયા પછી આપણા ઘરનું વાતાવરણ કેવુ હશે ?

ધારો કે આપણી પાસે કરોડો રૂપિયા છે ધનદોલત છે ગાડી બંગલો છે નોકર ચાકરની ફોજ છે કોઈ વસ્તુની કમી નથી.અને અચાનક એક દિવસ આપણે મરી જઈએ છીએ પછી આપણા ઘરમાં દોસ્તોમાં સગા સબધીઓમાં બધા કેવું વર્તન કરશે આપણે યાદ કરશે કે નહી? ચાલો જોઈએ.
આપણી અંતિમક્રિયા પછી કોઈ પણ નામ માત્રનું રડતું નહી હોય.પરિવારવાલા ચાહ નાસ્તો જમવાનું આ બધી વ્યવસ્થામાં મશગુલ થઈ જશે.પૌત્ર પૌત્રી રમવામાં લાગી જશે 
પરિવારના પુરુષો બહાર ચાહની કીટલી પર જઈ ચાહ પિતા પિતા સિગારેટ ગુટકા માંગશે.ગુટકા થુંકતા થુંકતા ચર્ચા આપણાથી ચાલુ થઈ કર્ણાટકની ચૂંટણી સુધી આઈ .પી એલ મેચ સુધી ચાલતી હશે.આડોસીપાડોશી કમ્પાઉન્ડની સાફ સફાઈ કરતા હશે.,
વધારાની ગાડીઓ ક્યારે જશે એની ફિકર કરતા હશે 
દીકરી સાથે એની સાસરી પક્ષના કોઈ સબધી કેમ સમયસર આવી શક્યા નહીં એની ચોખવટ ફોન પર કરતા હશે 
વહું અંદરોઅંદર મલકાતી હશે કે મારા ઘરના તો બધા સમય પર હાજર થઈ ગયા 
બીજા દિવસે સબંધીઓ ઓછા થઈ જશે કેટલાકને ચાહ નાસ્તામાં જમવામાં ઓછું પડશે આ લોકો કોઈને કોઈ બાબતમાં વાંધા વચકા કાઢવા માંડશે.
વિધિ માટે ઝયારત માટે હોલ અને જમવામાં શુ બનાવવું એની ચર્ચા ઓ ચાલુ થઈ જશે વિદેશવાલા ટીકીટ ભાડું ચેક કરશે અને બીજા કેટલા કામો પતાવવાના છે એનું લિસ્ટ બનાવશે.
આપણી વસિયત કાઢીને વાંચવામાં આવશે આખી જિંદગી લોહી પાણી એક કરીને ભેગું કરેલુ થોડી મિનિટમાં વહેંચાઈ જશે.પરફેક્ટ વહેંચણી કરી હોવા છતાં કોઈને કોઈને કઈ ને કઈ ઓછું પડશે.ઓફીસવાલા આપણી જગ્યા પર બીજા કોઈને લઈ લેશે.
સોશિયલ મીડિયા પર કોઈ શ્રદ્ધાજંલીની પોસ્ટ મુકસે એની પર " ઇના લિલ્લાહે બે દિવસ પૂરતી વરસશે.
વહુ દીકરા દીકરી જમાઈ પોતપોતાને કામે લાગી જશે.
થોડા સમયમાં જીવનસાથી પણ ટી.વી.પર કોઈ રિયાલિટી શો યા કોમેડી શૉ પર હસતા હશે 
ડાળી પરથી પત્તુ ખરે એટલી જલ્દી આપણે આપણી નજદીકના લોકોના સમરણમાંથી ખરી પડીશું 
બસ ઘરના કોઈ ખૂણામાં આપણી ફોટોફ્રેમ લટકી જશે યાં થોડા દિવસ સ્ટેટ્સ પર જોવા મળશે 
હવે આપણે થોડી વાર શાંતિથી આંખ બંધ કરીને એક વાર વિચારોને આમથી તેમ આટલી બધી દોડાદોડી કોના માટે?
આપણે આપણાં જીવનનો સૌથી મોટો સમય સૌથી મોટો હિસ્સો આ લોકોને ખુશ કરવા સમાજમાં વટ મારવા વેડફી નાખ્યો શેના માટે ?
એની સામે આપણને શુ મળ્યું?
થોડુંક પોતાના માટે પણ જીવી લેવું થોડુંક બીજાને આપણે મદદરૂપ થઇ શકીએ એમ પણ જીવી લેવું 
આપણી સાથે કોઈ ધનદોલત નોકર ચાકર ગાડી બંગલા આવશે નહી માત્રને માત્ર આપના સારા ભલાઇના કામો નેકી જ આવશે 
તો આજથી હમણાંથી થોડો ફેરફાર કરી લઈએ.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું