અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વિંછિયા પંથકમા વાવાઝોડાથી બચવા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ સજજ

જસદણ વિંછિયા પંથકમા વાવાઝોડાથી બચવા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ સજજ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ વિંછીયા તાલુકામાં આપત્તિ વ્‍યવસ્‍થાપન બાબતના નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણના માર્ગદર્શન હેઠળ મામલતદાર વિંછીયા દ્વારા એમ. બી. અજમેરા હાઇસ્‍કુલ ખાતે ૫૦૦ માણસો રહી શકે તેવું વિશાળ શેલ્‍ટર હોમ ઉભુ કરવામાં આવ્‍યું છે. જેમાં ફૂડ પેકેટ્‍સ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, ગાદલા- ઓશીકાની વ્‍યવસ્‍થા તથા રાત્રે ઓઢવા માટે ધાબળાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ જરૂરી દવાઓ અને મેડિકલ કીટ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જસદણની સરકારી હોસ્પિટલ ખાતે વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના મોભી વસીમભાઈ કથીરીએ બે એમ્યુલેન્સ મુકી છે જે દર્દીઓ જરૂરીયાતમંદ છે તેમની પાસેથી એક પણ પૈસો લીધા વગર તેમને જ્યાં સારવાર માટે જવું પડે ત્યાં મોકલવામાં આવશે આ અંગે નજીરભાઈ બેલીમ મો.7016155108 ઉપર સંપર્ક સાધવાનો રહશે દરમિયાન કે ડી પરવાડીયા હોસ્પિટલની અખબારી યાદી મુજબ વાવાઝોડા દરમિયાન ઇમરજન્સી સેવામાં કોઈ દર્દીઓ પાસે ફી વસુલ કર્યાં વગર વિનામુલ્યે સારવાર આપવામાં આવશે.
વધુ નવું વધુ જૂનું