WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સૌરાષ્ટ્રભરમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઈરાકની ધર્મયાત્રા પર

સૌરાષ્ટ્રભરમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ઈરાકની ધર્મયાત્રા પર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરો અને ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા સમાજના બિરાદરો આજથી ઈરાક દેશના કરબલા અને નજફે અશરફ સહિતના શહેરોમાં ધર્મયાત્રામાં નીકળતાં ઠેર ઠેર ખુશાલીનો માહોલ સર્જાયો છે બિરાદરોને આ યાત્રા વારંવાર નશીબ થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાંપડી રહી છે. ઈરાક દેશના કરબલામાં હિજરી સન ૬૧ માં 
લોકોને ન્યાય આપવા માટે બલિદાન આપનારા હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ અને તેમનાં બોત્તર જેટલાં સગા સાથીદારોએ એક ખરાં અર્થમાં શહાદત વ્હોરી તેમને આટલાં વર્ષો બાદ દુનિયાભરના કરોડો ઈસ્લામ ધરમીઓ ગર્વભેર યાદ કરે છે તે હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામના પિતા હઝરત અલી અલેહિસલામ અને નજીકના શહિદવીરોની ઝરિહને નમન કરવા માટે રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહીલા અગ્રણી દુરૈયાબેન મુસાણીએ જણાવ્યું હતું કે તેઓ અલ્લાહના ફઝલો કરમથી પોતાનાં પતિ પુત્ર અને વેવાણ સાથે ઈરાકની દસ દિવસની ધર્મયાત્રા પર આજે અમદાવાદથી જઈ રહ્યાં છે દસ દિવસની ઈરાકની યાત્રા દરમિયાન પાંચ દિવસ નજફે અશરફ અને પાંચ દિવસ કરબલા શહેરમાં રોકાણ છે દરમિયાન દેશની પ્રગતિ અને શાંતિ માટે દુઆ પ્રાર્થના કરીશ આ ઉપરાંત મહા માનવતાવાદી આકા મૌલા મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના સ્વાસ્થય અને દીર્ઘાયુ માટે દુઆ કરીશ.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો