અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં મેઘરાજાએ વિરામ લેતાં સાફસફાઈ ઝુંબેશ સઘન બનાવો આરોગ્ય તપાસણી કરો:અમરશી રાઠોડ

જસદણમાં મેઘરાજાએ વિરામ લેતાં સાફસફાઈ ઝુંબેશ સઘન બનાવો આરોગ્ય તપાસણી કરો:અમરશી રાઠોડ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસતાં મેઘરાજાએ હાલ તો વિરામ લીધો છે ત્યારે જસદણ શહેરમાં આગામી દિવસોમાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે શહેરના સાતેય વોર્ડમાં સઘન સાફ સફાઈ જરૂરી દવાઓનો છંટકાવ અને ડોર ટુ ડોર પ્રજાના આરોગ્યની તપાસણી તંત્રએ કરવા જાણીતા સામાજિક આગેવાન અમરશીભાઈ રાઠોડએ કરી છે તેમણે જણાવ્યું હતું કે અવિરત વરસાદના કારણે જસદણ શહેરમાં જોઈએ એવી સફાઈ ઝુંબેશ હજું સુધી શરૂ થઈ નથી મોટા ભાગના ઘરોમાં કોઈને કોઈ બિમાર છે ત્યારે દરેક વિસ્તારોમાં સફાઈ પાણી ભરેલા ખાડાઓ સાફ દવાનો છંટકાવ અને લોકોની ડોર ટુ ડોર આરોગ્યની તપાસણી તંત્રએ કરવી જોઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાએ લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતાં તત્વો સામે પણ પગલાં લેવામાં બિલકુલ બેદરકાર છે ત્યારે એમણે કાયદાઓ મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
વધુ નવું વધુ જૂનું