હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત શુક્રવારે સવારે ભાજપ દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા જસદણ પંથકનાં ટોપ થી બોટમ સુધીના ભાજપના કાર્યકરો આગેવાનોને મળ્યાં હતાં અને આગામી સદસ્યતા અભિયાનનું જબરજસ્ત આયોજન કરવાનું જણાવ્યું હતું
દરમિયાન જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે મારો પરિવાર ભાજપ પરીવાર આ અભિયાન આગામી તા.૨ સપ્ટેમ્બરથી શરૂ થશે જેમાં દેશના લોકો આ અભિયાનને અગાઉ કરતાં પણ વધું મજબુત કરશે દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું વિશ્વ ફલક પર નામ રોશન કર્યું તેમનો અમને ગર્વ છે