અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટના અભ્યાસુ પત્રકાર સ્વ માસુમાબેન જરીવાળાની યાદમાં હેલ્પર એન્ડ હેન્ડ્સ ટ્રસ્ટ દ્વારા લાખો રૂપિયાની સ્કોલરશીપ આપી

રાજકોટના અભ્યાસુ પત્રકાર સ્વ માસુમાબેન જરીવાળાની યાદમાં હેલ્પર એન્ડ હેન્ડ્સ ટ્રસ્ટ દ્વારા લાખો રૂપિયાની સ્કોલરશીપ આપી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટમાં તાજેતરમાં નિધન પામેલા અંગ્રેજી અખબારોના અભ્યાસુ પત્રકાર માસુમાબેન જરીવાળાની સ્મૂતીમાં દાઉદી વ્હોરા સમાજના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશીપ આપવા હેલ્પર એન્ડ હેન્ડસ એન જી ઓ સંસ્થા દ્વારા એક કાર્યક્ર્મ રાખવામાં આવેલ હતો 
જેમાં રાજકોટના આમિલ જનાબ મુર્તઝાભાઈ સાહેબ બદરી, ક્રિસ્ટલ ગ્રૂપ રાજકોટના પ્રમુખ બાકિરભાઈ ગાંધી, મીનુભાઈ જસદણવાળા, અબ્બાસભાઈ જરીવાળા, મારીયાબેન લાકડાવાળા, હાતીમભાઈ સાયકલવાળા, જે વી શાહ, હકીમભાઈ ભારમલ, સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં દરેક આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને કુલ મળી રૂ!૪,૫૦,૯૮૦ની એજ્યુકેશન સ્કોલરશીપ આપવામાં આવી હતી. અત્રે એ નોંધનીય છે કે રાજકોટ દાઉદી વ્હોરા સમાજની સંસ્થા હેલ્પર એન્ડ હેન્ડ્સ ટુંકા ગાળામાં મ્હોરી ઉઠી છે ખાસ કરીને આ સંસ્થાએ લોકોમાં જબરો વિશ્વાસ પ્રાપ્ત કર્યોં છે 
તેથી અનેક દાનવીરોનું તેમની ગુડબુકમાં નામ છે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા શહેરના જરૂિયાતમંદો ગરીબોના હજજારો કામોની જબરી યાદી છે.
વધુ નવું વધુ જૂનું