અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના નવા ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડનું સન્માન

ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના નવા ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડનું સન્માન 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
લાખો ભાવિકોનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની ગુજરાત સરકારએ તાજેતરમાં નિમણુંક કરી હતી તે પૈકી જસદણ જીઆઇડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું વિજયભાઈ અનેક સંસ્થા વ્યક્તિ સાથે જોડાયેલા રહી એક ખરાં અર્થમાં નિ:સ્વાર્થ સેવાને વળગેલા છે તેમને સરકારે આ મંદિરની સમિતિમાં પાંચ વર્ષ સુધી સ્થાન આપતાં તેમને શહેરના મોખરે રહી સારા કાર્યો કરતાં યુવાનોએ શાલ હારતોરા અને મોમેન્ટો આપી સન્માન કર્યુ હતું આ તકે વિજયભાઈએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ નવું વધુ જૂનું