અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જામનગર દાઉદી વ્હોરાના હજીરા દરગાહની દાન પેટી તોડી પોણા બે લાખની રોકડની ચોરી

 

જામનગર દાઉદી વ્હોરાના હજીરા દરગાહની દાન પેટી તોડી પોણા બે લાખની રોકડની ચોરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, અને દાઉદી વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને પણ તસ્કરોએ છોડી નથી. અને દરગાહની અંદર રહેલી દાન પેટીમાંથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમ ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને શોધવા માટેની કવાયત કરી છે.
જામનગરમાં વ્હોરાના હજીરાની અંદર આવેલી દરગાહને કોઈ તસ્કરોએ ગત 14 મી તારીખના રાત્રિના નિશાન બનાવી હતી, અને દરગાહની અંદર પ્રવેશ મેળવી લઇ મુખ્ય દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરો અંદર ઘુસ્યા હતા.
ત્યારબાદ અંદર રહેલી લાકડાની દાન પેટી કે જેનું પણ લોક તોડી નાખી અંદાજે અંદરથી રૂપિયા એક લાખ પંચોતેર હજારની રોકડ રકમ- પરચુરણ વગેરેની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા.
જે ચોરીના બનાવ અંગે દરગાહમાં નમાજ પડવાનું કામ કરતા અદનાન કુરેશભાઈ ખુમુશીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને ખોડીયાર કોલોની ગુલાબ નગર પોલીસ ચોકીના પીએસઆઈ તેમજ સીટી બી. ડિવિઝનના ડી સ્ટાફ દ્વારા બનાવના સ્થળે પહોંચી જઈએ દરગાહની અંદર તેમજ વ્હોરાના હજીરાની બહાર ના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે. આ બનાવથી સૌરાષ્ટ્રમાં વસતા દાઉદી વ્હોરા સમાજમાં ભારે ચર્ચા અને ચકચાર ઉઠવા પામી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો