જામનગરના પ્રસિદ્ધ વ્હોરાના હજીરામાં ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પકડી પાડતી મોરબી પોલીસ
1.05 લાખ રોકડા અને 75 હજારના બુલેટ સાથે રાજકોટના બન્ને તસ્કરને દબોચી લેવાય
મોરબી : જામનગર શહેરમાં આવેલ પ્રસિદ્ધ વ્હોરાના હજીરામા દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી
મોરબીમાં કસબ અજમાવવા આવેલ બે રીઢા તસ્કરોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 1.05 લાખ અને બુલેટ સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે નવલખી ફાટક નજીકથી મોરબીમાં ચોરી કરવાને ઇરાદે આવેલ આરોપી સિકંદર ઉર્ફે સિકલો સીદીકભાઈ પઢીયાર રહે.રાજકોટ અને વિવેક બીરેન્દ્રસિંઘ ચૌહાણ રહે.રાજકોટ નામના શખ્સોને ઝડપી લઈ.
બન્નેની પૂછતાછ કરતા આરોપીઓએ જામનગર વ્હોરાના હજીરાની દાનપેટી તોડી ચોરી કરી હોવાની કબૂલાત આપતા.
બન્નેના કબ્જામાંથી પોલીસે રોકડા રૂપિયા 1.05 હજાર તેમજ 75 હજારનું રોયલ ઈન ફિલ્ડ બુલેટ સાથે ઝડપી લેતા આરોપીઓએ ગુન્હાની કબૂલાત આપતા પોલીસે બન્નેને અટકાયતમાં લીધા હતા.
ઉલ્લેખનીય છે કે આરોપી સિકંદર ઉર્ફે સિકલો જામનગર અને જેતપુરની ત્રણ ચોરીમાં તેમજ આરોપી વિવેક રાજકોટની જુદી જુદી 17 ચોરીના બનાવમાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Tags:
News