અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જિંદગી કી તલાશ મેં મોત કે કિતને કરીબ આ ગયે ?

આપણે હવે ખુબ પ્રગતિ કરી છે. ખુબ ઝડપભેર આપણે આગળ વધી રહ્યા છે.નવી નવી ટેક્નોલોજીનો આવિષ્કાર થઈ રહ્યો છે. ચાંદ પર પણ જીવન શક્ય છે. આપણે બધું જ પામવાની બહુ ઉતાવળ છે.
આપણે આપણી રક્ષા માટે જાતજાતની મિસાઈલો બૉમ્બ અણુબોબ બનાવ્યા. પણ આપણે એ ભુલી ગયા કે " જે પોષતું એ મારતું " " ખાડો ખોદે એ પડે " 
આજે કોઈ નવી શોધ થાય એ થોડા વખતમાં જુની થઈ જાય છે.
નાના નાના દેશો પણ ચોરી છુપીથી પોતાનો શસ્ત્ર સરંજામ વધારી રહી છે. બધા દેશ પાસે આવા મારકણા હથિયાર બોબના ઉપયોગના નિયમો હોય છે એક પોલિસી હોય છે. જેથી વિશ્વમાં શાંતિ બની રહે છે.
પણ હવે આ બધા શસ્ત્રો મિસાઈલો બોબ આતંકીઓના હાથમા આવી ગયા છે.
હવે આ આતંકીઓ ખુબ આગળ ને આગળ વધી ગયા છે. એ લોકો ધારે એ કરી શકે છે. એ હમણાં દુનિયા એ જોયું. ઈઝરાઈલ લેબોનની લડાઈમાં આવેલો નવો વળાંક જોઈ દુનિયા દંગ રહી ગઈ છે. 
લેબોનમાં હજારો પેજરોમાં એક સાથે વિસ્ફોટ થતા આખી દુનિયા હેરાન થઈ ગઈ છે. બીજા દેશમાં બનાવટી કંપનીઓ ઉભી કરી પેજરોમાં ખુબ જ઼ નાની માત્રામાં પીઈટીએન નામનો વિસ્ફોટક પ્રદાથ મુકી દેવામાં આવ્યો હતો જેને એક કોડ મારફતે પ્રજવલિત કરી વિસ્ફોટ કરવામાં આવ્યા.
હવે ભારત સહિત આખી દુનિયાએ સાવધાન થવાની ખાસ જરૂર છે. 
આપણા કમનસીબે આપણે પાડોશી સારા મળ્યા નથી. ચીન અમેરિકા નેપાળ શ્રીલંકા બધાથી જ઼ આપણે ખતરો છે. હવે વિચાર કરો પાકના કે ચીનના આંતકી જુથો પાસે આવા શસ્ત્રો આવી ગયા તો બસ ખલાસ વિનાશ જ઼ વિનાશ.
આપણા મોબાઈલમાં આપણા ટી. વી. માં આપણા લેપટોપ કોમ્પ્યુટર આપણી ગાડીઓ કે આપણી બોલપેનમાં પણ વિસ્ફોટ થઈ શકે છે.
દુનિયા મોતના ઢગલા પર બેસેલી છે . સર્જન કરવામાં વરસોના વરસ નીકળી જાય છે પણ એક જ઼ પળમાં એક જ઼ સેકંડમાં આખી દુનિયાનો નાશ થઈ શકે છે એ સત્ય આપણે બધાએ સત્વરે સમજી લેવું પડશે.
આપણા બધા જ઼ ધર્મો અહિંસા પર ભાર મુકે છે. એનો મતલબ આજે આપણે બરાબર સમજાઈ રહ્યો છે. આપણા વિશ્વવિભૂતિ મહામાનવ પૂજ્ય ગાંધીબાપુએ પણ આખી દુનિયાને જે બે અમોધ શસ્ત્રો " સત્ય " અને " અહિંસા " આપ્યા છે એ બાપુનો ઉપદેશ જ઼ આખી દુનિયાને બચાવી શકે છે. જીવવા માટે એક જ઼ રસ્તો છે મરવા મારવાના હજારો રસ્તા છે એ આપણી બહુ મોટી કમનસીબી છે. જીઓ ઓર જીને દો ને બધા દેશોએ અનુસરવું પડશે.
આપણે હવે હિંદુ મુસ્લિમમાંથી બહાર આવી કઈ અલગ વિચારવું પડશે એક બનવું પડશે નેક બનવું પડશે સંપ એકતા ભાઈચારાના પાઠો નવેસરથી અમલમાં લાવવા પડશે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો