અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને રાજ્યમંત્રી ખાવડની આગેવાની હેઠળ આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવા માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ સમસ્ત કોળી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની આગેવાની હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતભરમાંથી આવેલા સમાજના આગેવાનો દ્વારા માંગણી કરાઇ છે.
આગેવાનોએ સીએમને જણાવ્યું હતું કે રાજયમાં સમસ્ત કોળી સમાજના યુવક-યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ત્યારે સમાજના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી પગભર થાય તેવા હેતુસર ટ્રસ્ટના પ્રમુખ કુંવરજી બાવળીયા પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવાનો નિર્ધાર કરી શૈક્ષણિક ક્ષેત્રે સમસ્ત કોળી સમાજના યુવક-યુવતીઓને શિક્ષણની સારામાં સારી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ સાથે સમાજના લોકો સમક્ષ એક વિચાર રજૂ કર્યાે હતો.

સમાજના આગેવાનો-વડીલોએ પોતાના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટેની જાગૃતિ બતાવતા અદ્યતન ભવનના નિર્માણ માટે જમીન ફાળવવા રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી રજૂ કરવામાં આવી હતી. 

આ તકે રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી-ધંધુકા, પુર્વ સંસદસભ્ય (રાજયસભા) શંકરભાઈ વેગડ, પુર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પુર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારૈયા, પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર તેમજ અખીલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ ચંદવદન પીઠાવાલા દ્વારા આ માંગણી રજૂ કરવામાં આવી હતી. આગેવાનોએ મુખ્યમંત્રીને મળી ભવનની આવશ્યકતા સમજાવી હતી.
વધુ નવું વધુ જૂનું