અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

માનવતાનાં મસીહા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ

માનવતાનાં મસીહા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ

શહેરની ગલી ગલીમાં અર્ધી રાત સુધી રોનક જ રોનક હોય છે. એક બાજુ ગણેશોત્વ ચરમસીમા પર છે. બીજી બાજુ ઇસ્લામધર્મના આખરી પેગમ્બર સાહેબ મોહમ્મદ રસુલ્લાહ સાહેબનો જન્મદિવસ છે. મુસ્લિમ સમાજ ઇસ્લામનાં આદેશને અનુસરી એકતા ભાઈચારો સંપનો સંદેશો આપી રહ્યો છે. ઇસ્લામનો અર્થ જ શાંતિ થાય છે.
ઇસ્લામ પાંચ ટાઈમ નમાજ પઢવી ફરજીયાત છે. જો તમે સાધન સપન્ન હોવ તો તમને જીવનમાં એક વાર હજ પઢવા જવુ પણ ફરજીયાત છે.જો તમારા ઘરની આજબાજુ પાડોશમાં કોઈ ભુખ્યું હોય તો પહેલા એને ભોજન આપવાનો આદેશ છે. વ્યાજ લેવું હરામ છે. વ્યાજ લેવાથી આપવાથી મુસ્લિમ સમાજ દુર રહે છે એનાથી એમના વેપાર રોજગારમાં બરકત વૃદ્ધિ થાય છે 
તમારી જે આવક થાય જેટલી કમાણી થાય એની ઉપર અઢી ટકા જકાત દાન ફરજીયાત છે. એટલે કે 100 રૂપિયા પર અઢી રૂપિયા દાન માટે અલગ કાઢવાનો આદેશ છે 
આને વ્યાપક પ્રમાણમાં સમજીએ તો બધા જો આનો બરાબર અમલ કરે તો આપણા દેશમાં આ દુનિયામાં કોઈ ગરીબ રહે જ નહીં. 
રસુલ્લાહ સાહેબ એમના જીવનમાં અવારનવાર સમાજનાં હિતમાં અનેક વાતો ફરમાવતા હતા. આપ સાહેબ શિક્ષણ ઉપર ખુબ જ ભાર આપતાં હતા. આપ ફરમાવતા હતા કે વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય અંગ છે.
સતત કામ મહેનત પરિશ્રમ પર પણ આપ સાહેબ ખુબ ભાર આપતાં હતા. મહેનત કરો સખત મહેનત કરો ફળ ઉપરવાલો જરૂર આપશે.
આપ સાહેબ હમેશા ફરમાવતા કે હમેશા બીજાને મદદ કરો મદદરૂપ બનો આપણા કામોનો મતલબ માનવતાની પ્રગતિ હોવો જોઈએ. એક સ્વસ્થ સારા તંદુરસ્ત સમાજની રચના આપને કરવાની છે.
પૈસાનાં સંગ્રહમાં અને તેના સંચાલનમાં પ્રમાણિકતા અને વિવેક સંયમ ખુબ જરૂરી છે. તમારી સંપત્તિનું મહત્વ તેના સંગ્રહમાં નથી તેના વિતરણમાં દાનમા છે. પૈસાનો સાચો ઉપયોગ માનવતાનાં કામોમાં થવો જોઈએ. સમાજનાં ભલા માટે થવો જોઈએ 
દાન જકાત આપવાથી પાક પરવરદિગારની નારાજગી દુર થાય છે પરોપકાર એક મજબુત સમાજનું નિર્મા આપણું સારુ આચરણ આપણા વ્યક્તિગત વર્તનને સુધારે છે પરંતુ સમાજમાં સંવાદીતા અને સહકારને પ્રોત્સાહન આપે છે.
આપણે મોટે ભાગે સમય અને સ્વાસ્થ્ય જે બે અમૂલ્ય વસ્તુઓ તેનું મહત્વ સમજતા નથી. અને જોઈએ એવી કાળજી લેતા નથી. ઇસ્લામ યોગ્ય ખાનપાન અને નિયમિત કસરત પર પણ દયાન આપવાનું કહે છે 
આપણે માત્ર સંપત્તિ ભેગી કરવાની નથી આપણે આપણા જીવનમાં માનસિક અને ભાવનાત્મક રીતે ખુશ રહી શકીએ.
ઇસ્લામ પાક પવિત્ર રહી આધ્યાત્મિક ઉન્નતિ કરવા પર ભાર મુકે છે. ઇસ્લામ અને તેના અનુયાયીઓને સાચી રીતે સમજવાની જરૂર છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427
વધુ નવું વધુ જૂનું