અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" દ્વારા સ્વ. કેશુભાઈ પટેલ ની આગામી પુણ્યતિથી પર રાજકોટ માં યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા

આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" દ્વારા સ્વ. કેશુભાઈ પટેલ ની આગામી પુણ્યતિથી પર રાજકોટ માં યોજાશે વિશાળ સ્મરણાંજલી સભા  

ખેડૂત પુત્ર અને કલ્પસર યોજના નાં સ્વપ્ન દ્રષ્ટા એવા ગુજરાત નાં પૂર્વ મુખ્યમંત્રી ને ભવ્ય અંજલી આપવા માટે સર્વે સમાજ ને સાથે રાખી કરાશે અદકેરું આયોજન 
સ્વ. કેશુભાઈ પટેલ નું ઋણ અદા કરવા માટે પ્રથમ વાર યોજાઈ રહેલ આ શ્રદ્ધાંજલી સભા ને યાદગાર બનાવવા માટે સહભાગી થવા રાજકોટ અને સૌરાષ્ટ્ર ની તમામ લોકસેવા ને વરેલી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ ને આહવાન 

રાજકોટ : આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રની ધીંગી ધરા ના અડીખમ નેતા સ્વ. કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ પર રાજકોટ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભા દ્વારા તેમના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ તેમને અંજલી આપવા માટે અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
   આંતરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ સ્વ.કેશુભાઈ પટેલ ની આગામી પુણ્યતિથી પર ઓકટોબર માસમાં સ્મરણાંજલી સભા નાં આયોજન ને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્વ. કેશુભાઈ પટેલ ની પુણ્ય સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમ ને વધુમાં વધુ યાદગાર બનાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર માં લોકસેવા ને વરેલી તમામ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ નો સહયોગ લેવામાં આવશે. સમગ્ર ગુજરાત માં મુખ્યમંત્રી તરીકે અનેકાનેક યોજનાઓ નાં માધ્યમ થી લોક હૃદય માં તેમનું કાયમી અને અમીટ સ્થાન અંકિત કરનાર સ્વ. કેશુભાઈ પટેલ ને આ ભવ્ય કાર્યક્રમ દ્વારા તેમનાં વિરાટ વ્યક્તિત્વ ને અનુરૂપ શ્રદ્ધાંજલી પાઠવવામાં આવશે. "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા બિન રાજકીય રાખવામાં આવી છે અને તમામ પક્ષ નાં આગેવાનો રાજકારણ થી ઉપર ઉઠીને તેમજ સર્વે જ્ઞાતિ - સર્વે સમાજ નાં લોકો તેમનાં માટે આજીવન સમર્પિત લોક નેતા ને એકીસાથે શ્રદ્ધાંજલી આપી શકે તે પ્રકારે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવશે.
 આ કાર્યક્રમ દરમિયાન આખો દિવસ વિવિધ ટેબ્લો કે પ્રદર્શનો નાં માધ્યમથી સ્વ. કેશુભાઈ પટેલ ની સ્મૃતિ ને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે તેમણે કરેલા કાર્યો ની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે. 
 સ્વ. કેશુભાઈ પટેલ ની આ સ્મરણાંજલિ સભા માં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ. કેશુબાપા સાથે રાજકીય - સામાજિક અને સેવાકીય ક્ષેત્રોમાં સાથે કામ કરી ચૂકેલા મહાનુભાવો તેમની સાથે ની સ્મૃતિ ને ફરી લોકો સમક્ષ તાજી કરશે. 
    ગુજરાત ના પનોતા પુત્ર અને ખેડૂત અને ખેતી નું હિત સદા હૃદય માં રાખનાર આ ધરતી પુત્ર ને કાયમી યાદગીરી સ્વરૂપે આપણે યાદ કરી શકીએ તે બાબતે પણ આ સ્મરણાંજલિ સભા માં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવશે. સ્વ. કેશુભાઈ પટેલ ની આ ભવ્યાતિ ભવ્ય સ્મરણાંજલિ સભા નાં આયોજન માં સહભાગી થવા અને તેને લઈને યોગ્ય સૂચનો માટે સર્વે સમાજનાં વ્યક્તિઓ ને તેમજ સૌરાષ્ટ્ર ની લોકસેવા ને વરેલી તમામ સંસ્થાઓ ને પણ આ તકે ખુલ્લું આમંત્રણ આપવામાં આવે છે. વિશેષ વિગત માટે 
જિજ્ઞેશ કાલાવડિયા (9825020064), 
ચિરાગ પટેલ - અમદાવાદ (9898071782), 
ચિરાગ કાકડીયા (9712000034), 
વિજય શિયાણી, સંજય સગપરિયા, લિનેશ સગપરિયા, સંજય ખીરસરીયા, ધવલ વડાલિયા, એડવોકેટ જય પટેલ, જિગીષાબેન પટેલ, કંચનબેન મારડિયા, સોનલબેન ડાંગરીયા સહિતનાં આયોજક મિત્રો નો સંપર્ક સાધવા જણાવવામાં આવેલ છે.
વધુ નવું વધુ જૂનું