અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં રવિવારે વિનામુલ્યે મેગા નિદાન કેમ્પ: વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓની તપાસ

જસદણમાં રવિવારે વિનામુલ્યે મેગા નિદાન કેમ્પ: વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓની તપાસ 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં એચ સી જી હોસ્પિટલ રાજકોટ અને શહેરની સેવાભાવી સંસ્થા માનવ સેવા સમિતિ દ્વારા આગામી તા.૨૨ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યાં સુધી એક વિનામુલ્યે મેગા નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
જેમાં સૌરાષ્ટ્રના જાણીતા તબીબો પોતાની સેવા આપશે જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે રવિવારે એસ ટી ડેપોની સામે આવેલાં કૈલાસનગર ૧ માં આવેલ વિખ્યાત વિવેકાનંદ સ્કુલ ખાતે યોજાનારા આ મેગા કેમ્પમાં ડો. હેમલ મોટાણી (જનરલ ગ્રેસ્ટો સર્જન) ડો. પાર્થ લાલચેતા (મગજ મણકા તથા કરોડોજજુના સર્જન) ડો. દિશીત વઘાસીયા (ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાના સર્જન) દર્દીઓને તપાસી તેમનું નિદાન કરશે. 

દર્દીઓની પાણી થી લઈ આરોગ્ય સુધીની સતત ચિંતા કરનાર માનવ સેવા સમિતિના સભ્યો આ કેમ્પ અંગે સરસ ગોઠવણ કરી રહ્યા છે આ અંગે દરેક બતાવનાર દર્દીઓએ પોતાનાં જુના રીપોર્ટસ અને ફાઇલો સાથે ઊપસ્થિત રેહવા અને પોતાનું નામ અને વધું વિગત માટે દીપકભાઈ હીરપરા (મો.9824221402) રાજનભાઈ રાઠોડ (મો.8160557226) ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
વધુ નવું વધુ જૂનું