અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમા પોલીસના ઘરમાં ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર

બોટાદમા આવેલ ગઢડા રોડ ઉપર બંધ મકાનમા અજાણ્યા ઈસમે સોના ચાદી અને રોકડ સહીત 70,535ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. 
પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ મુળ ધોલેરા તાલુકાના શોઢી ગામના વતની અને હાલ બોટાદના ગઢડા રોડ ઉપર આવેલ રાધેકૃષ્ણ-2 સોસાયટીમા રહેતા ધર્મેશભાઈ ત્રિકમભાઈ બારૈયા ઉ.વર્ષ 31 અને તેમના પત્નિ શિતલબેન બોટાદ પોલીસ હેર્ડ કોવાટર્સમા ફરજ બજાવે છે.

ત્યારે તા.15-9-2024ના રોજ ધર્મેશભાઈ અને તેમના પત્નિને શોઢી ગામે જવાનુ હોવાથી સાંજના સમયે મકાનને તાળુ મારી શોઢી ગામે ગયા હતા.

ત્યારે તા.18-9-2024ના રોજ સવારના સમયે ધર્મેશભાઈ અને તેમના પત્નિ બોટાદ તેમના ઘરે જઈ જોતા ઘરના દરવાજાનો નકુચો તુટલો હતો. 

ત્યાર બાદ ઘરમાં તપાસ કરતાં રૂમનો સામાન વેર વિખેર હાલતમા હતો જેથી તેમને ચોરી થયો હોવાનુ લાગતા તેમને રૂમમા તપાસ કરતા એક સોનાની ચેન જેની કિમત રૂપિયા 30,000, એક સોનાની વીટી જેની કિમત રૂપિયા 6,000, કાનમા પહેરવાની વીટી રૂપિયા 9,535 અને રોકડ રૂપિયા 25,000 મળી કુલ કિમત રૂપિયા 70,535ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ઈસમ નાશી છુટ્યો હતો. 

આ બનાવ અંગે ધર્મેશભાઈ બારૈયાએ બોટાદ પોલીસ સ્ટેશનમા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ નવું વધુ જૂનું