સુરતીઓ જેની આખા વરસ રાહ જોઈ છે તે ગણેશ ઉત્સવ આવી ગયો છે. સુરતીઓ આમ પણ દરેક તહેવાર પોતાનાં આગવા અંદાજ અનોખી નોખી સ્ટાઇલ અને દુનિયા દંગ રહી જાય નવાઈ પામી જાય તે રીતે ઉજવવા માણવા જાણીતા છે. સુરતીઓ બસ સુરતીઓ છે. એની બરોબરી કોઈ ક્યારેય કરી શકે નહિ.સુરતીઓ પોતાની રંગીન મોજીલાં ખેલદીલ જિંદાદિલ સ્વભાવ માટે જાણીતા છે.
સુરતીઓ આ વખતે કોઈને ગાંઠવાના મુડમાં નથી. વરસાદ હોય વાવાઝોડું હોય ગરમી હોય મોંઘવારી હોય કડકી હોય તેજી હોય સુરતીઓના ઉત્સાહ ઉમઁગને કોઈ રોકી શકે નહીં.
આ વખતે સુરતમાં વિવિધ આકર્ષક નયનરમ્ય શ્રી જી ની મૂર્તિઓ આવી ગઈ છે. શ્રી જીના આગમનથી સુરતની બધી શેરી બધા મોહલ્લા જીવંત થઈ ગયા છે. જાણે સુરતની ગલીઓ શેરીઓ ધબકતી ચમકતી સ્વચ્છ થઈ ગઈ છે. એક જાન આવી ગઈ છે.
આખા સુરતમાં ઠેકઠેકાણે રોશની થઈ ગઈ છે. શ્રી જી ચારેબાજુ રોશની ભપકો ઠાઠ લઈ આવ્યા છે. બધી ગલીઓમાં રોનક આવી ગઈ છે.
સુરતીઓ શ્રીજી સાથે સમાજ સેવા પણ જોડી દે છે બધા મંડળો કોઈને કોઈ સેવાકીય પ્રવુતિઓ કરે છે. રક્તદાન ચક્ષુદાન સહિતની સમાજ સેવા ધમધોકાર ચાલે છે દવા દારૂ સ્કુલ ફી ચોપડા નોટબૂક વિતરણ ઓપરેશનનો ખર્ચ પણ આપવામાં આવશે મફત આંખની તપાસ ફ્રી ચશ્માં કાઢી આપવામા આવશે . સાથોસાથ દરેક મોહલ્લા શેરીઓમાં એકતા સંપ ભાઈચારાના દર્શન થાય છે.
બારેમાસ જુવાનિયા કઈ કામના નથી ની બૂમો પાડતા વડીલો આ દસ દિવસ કઈ બોલતા નથી. સમૂહ ભોજન સત્યનારાયણની કથા ખાસ દયાન ખેંચે છે.
આ વખતે તમે શ્રીજી ની આગમન યાત્રા જોશો તો બે ઘડી જોતા જ રહી જશો. દરેક મંડળો લાખોનો ખર્ચ માત્ર આગમન યાત્રામાં કરી રહ્યા છે. આ વખતે શ્રીજીના ઉત્સવમાં ગયા વરસ કરતા ચાર ઘણો વધારે ખર્ચ થશે. આશરે 80/000 હજાર મૂર્તિઓની સુરતમાં આ વરસે સ્થાપના કરવાંમાં આવશે.આગમન યાત્રામાં ડી. જે. ઢોલ ત્રાસા રંગબેરંગી આકર્ષક છત્રીઓ હાઇટેક લાઇટિંગ ફટાકડાની ધણઘણાતી યુવાનોનો ડાન્સ તમને જોવા મળશે. જબ્બર મંડપ ડેકોરેશન એકસરખો ડ્રેસ કોડ મંડપની કોઈ ફિલ્મના સેટને પણ ટક્કર આપે એવી સાજ શણગાર સજાવટ મહાઆરતી છપ્પન ભોગ હાઇટેક લાઇટિંગ વાલા ડી. જે. અલગ અલગ થીમ જોવા મળી રહ્યા છે.
સુરત તો ઠીક ગુજરાત બહારથી મહારાષ્ટ્રના નાગપુર નાસિક જલગાંવથી ઢોલ નગારા ત્રાસા વગાડતી ટીમો આવી ગઈ છે.
આ વરસે નાના મંડળો પણ 80 હજારથી લાખ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. એક સરખા ડ્રેસ કોડથી આગમન યાત્રા શોભી ઉઠે છે.
આ વખતે મોદક અને મોતીચૂરના લાડુઓની માંગ વધી છે. સત્યનારાયણની કથા કરાવ નાર મહારાજ પાસે જરા પણ સમય નથી. કાશ્મીરી ગુલાબ તો જોવા પણ મળતા નથી. ગલગોટાથી કામ ચલાવાય છે.
આ દસ દિવસ સુરતીઓ મનભરીને શ્રીજીની અર્ચના પુજા કરશે.
બોલો ગણપતિ બાપ્પા મોરિયા
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427