અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

તરણેતર મેળામાં સમયને લઇ વિવાદ : પંચાયતે કહ્યું, શરતો પાલન નહીં થઇ શકે

  • મેળાને સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી મંજૂરીને લઇ પંચાયતે ઠરાવ કર્યો


થાનના તરણેતરના યોજાતાં લોકમેળાને શુક્રવારે ખુલ્લો મુકાયો હતો. તંત્રે પંચાયતને સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ મેળો ચાલુ રાખવાનું કહેતાં તંત્રે ઠરાવ કરીને આ શરતોનું પાલન થઇ શકે તેમ નથી તેવો જવાબ આપતાં વિવાદ સર્જાયો છે. 

બીજી તરફ અધરા નિયમોની આંટીઘૂટીથી ચકડોળો પણ શરૂ ન થતાં પ્રથમ દિવસે નિરસ માહોલ જોવા મળ્યો હતો. થાનના તરણેતમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં યોજાતો તરણેતરીયો મેળામાં રૂષી પાંચમના દિવસે કુંડમાં ગંગાજી પ્રગટ થતા હોવાની લોકવાયકાને લઇને લાખો લોકો ચોથની રાત્રે જ આવી જતા હોય છે.


આથી જ રાત્રીના સમયે મેળાની સાચી રંગત જામતી હોય છેે. પરંતુ આ વખતે પ્રાંત અધિકારીએ ગ્રામપંચાયતને લેટર લખીને જણાવ્યુ હતુ કે, મેળામાં તમામ નિયમોનું પાલન કરવુ પડશે. 
તરણેતર મેળામાં સમયને લઇ વિવાદ : પંચાયતે કહ્યું, શરતો પાલન નહીં થઇ શકે


સવારના 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો રહેશે. આમ તમામ નિયમોના પાલનની જવાબદારી પંચાયત ઉપર નાખવામાં આવતા પંચાયતની બોડીએ ઠરાવ કરીને પંચાયત નિયમોની શરતોનું પાલન કરી શકે તેમ નથી. આથી મેળા અંગે યોગ્ય નિર્ણય લેવા વળતો જવાબ આપતા મેળાને લઇને વિવાદ સર્જાયો છે. 

શુક્રવારે ધારાસભ્ય સામજીભાઇ ચૌહાણ અને જિલ્લા કલેકટર કે.સી.સંપટ, ડીએસપી ર્ડા.ગીરીશ પંડ્યાની હાજરીમાં પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલમ્પીક ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. NOCના અભાવે લાઇટો ન મળી તરણેતર પંચાયત તરફથી સ્ટોલ ધારકોને વીજ જોડાણ અપાય છે.

પરંતુ વીજ કંપનીએ હજુ સપ્લાય આપ્યો નથી. થાન પીજીવીસીએલના ઇજનેર એવુ કહે છે કે, સુરેન્દ્રનગરથી એનઓસી મળ્યા બાદ જ પાવર અપાશે. નિયમ વિરૂધ્ધ પરમીશન ન મળી શકે મેળા માટે સરકારે જે નિયમો બનાવ્યા છે તે નિયમોનું પાલન થવુ જરૂરી છે.

કાલ સવારે કોઇ મોટી ઘટના બને તો જવાબદારી કોની રહે આથી પંચાયતને નિયમોના પાલન સાથે સમયસર મેળો ચાલુ અને બંધ કરવા માટે સુચના આપી છે.નિયમ વિરૂધ્ધ અને પરવાનગી ન આપી શકીએ તે સ્વાભાવીક છે. > કલ્પેશ પરમાર, પ્રાંતઅધિકારી વિવાદનો અંત લાવવા પ્રયાસ ચાલુ તરણેતરનો મેળો આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જેમાં નિયમોના પાલન માટેના પત્રને લઇને થોડી મુશ્કેલી સર્જાઇ છે. તેના માટે થાનના આગેવાનો અને તંત્ર સાથે મળીને સમસ્યા હલ કરવા માટે પ્રયાસ કરી રહયા છે. મેળો ચાલુ રહે તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. > કે.સી.સંપટ, કલેક્ટર

વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો