અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મીશો કંપની વિરુદ્ધ રૂ.1,33,000,00 ની વિશ્વાસઘાતની ફરિયાદ

મીશો કંપની વિરુદ્ધ રૂ.1,33,000,00 ની વિશ્વાસઘાતની ફરિયાદ

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદ તાજપરના વતની અને સુરતમાં સરથાણા નવજીવન હોટલની બાજુમાં કવિતા રો હાઉસ વિભાગ 1 ઘર નં.350 માં રહેતા 27 વર્ષીય ગૌત્તમભાઈ મનસુખભાઈ વસોયા સરથાણા વ્રજચોક રાજ ઈમ્પીરીયા ખાતે બ્યુટી ફર્મના નામે લેડીઝ કપડાં અને મોબાઈલ એસેસરીઝનો ઓનલાઈન વેપાર કરે છે.

સપ્ટેમ્બર 2021 થી મીશો કંપનીના પ્લેટફોર્મ ઉપર સાડી, ચણીયા ચોળી અને ડ્રેસનું વેચાણ કરતા ગૌત્તમભાઈએ 27 ડિસેમ્બર 2021 ના ઓર્ડર મુજબ રૂ.7,84,220 નો ચણીયા ચોળી અને સાડીના પાર્સલ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના ડિલિવરી કુરીયર કંપનીના માણસોને બીજા દિવસે આપ્યા હતા.

પહેલી જાન્યુઆરી 2022 ના રોજ તેમણે પાર્સલનું ટ્રેકીંગ કર્યું તો તમામ પાર્સલ વેરહાઉસ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું.આથી તે ડિલિવરી કુરીયર કંપનીના પુણા કેનાલ રોડ બીબીસી બિલ્ડીંગની બાજુમાં આવેલા વેરહાઉસમાં તપાસ કરવા ગયા તો ત્યાં હાજર મેનેજર દિવ્યાબેને તમે થર્ડ પાર્ટી છો અમે તમને કોઈ માહિતી આપીશું નહીં તમે મીશો કંપનીનો સંપર્ક કરો તેમ કહ્યું હતું.

ગૌત્તમભાઈએ કંપનીમાં ફરિયાદ કરતા કંપનીએ ચાર દિવસ બાદ જવાબ આપ્યો હતો કે તમારા પાર્સલ લોસ્ટ થઈ ગયા છે જેનું પેમેન્ટ સાતથી દશ દિવસમાં આપીશું.જોકે, ત્યાર બાદ 20 જાન્યુઆરી સુધીમાં બીજા આવા પાંચ ઓર્ડરના મોકલેલા ચણીયા ચોળી અને સાડીના પાર્સલ પણ ગ્રાહકો સુધી નહીં પહોંચી ગાયબ થઈ ગયા હતા.

આ અંગે કંપનીને અવારનવાર ફરિયાદ કરતા કંપનીએ ટેકનીકલ ઈસ્યુ છે કહી પાર્સલના પૈસા આપીશું તેમ કહ્યું હતું.

પણ આજદિન સુધી કંપનીએ ગૌત્તમભાઈને તે પાર્સલના કુલ રૂ.1,33,03,565 નહીં આપતા છેવટે તેમને કંપનીના બે ડિરેક્ટર વિદિત આત્રે તથા સંજીવ બર્નવાલ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા વુમન પીઆઈ એમ.બી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો