અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ના જાને કોન સા પલ મોત કી અમાનત હો હર એક પલ કી ખુશી કો ગલે લગા કે જીઓ.

આજે આપણે વાતચીત ચાલતી હોય છે તે વખતે અચાનક કોઈ વાતમાં ગુસ્સે થઈ જઈએ છે..મગજ પરનો કાબુ ગુમાવી દઈએ છે.નાં બોલવાનું બોલી દઈએ છે.. આપણે લાલચોળ લાલઘુમ થઈ જઈએ છે. આપનું શરીર તપવા માંડે છે. આપણા શરીરમાં રીતસર ધ્રુજારી ઉત્પન્ન થાય છે. આપણે અશ્લીલ ગાળોનો વરસાદ કરી દઈએ છે..

આ આપણું વર્તન બિલકુલ ખોટું છે. થોડા સમય પહેલા આપણે કોઈની સાથે મનદુઃખ થયું હતું. બોલાચાલી ગાળાગાળી થઈ હતી. આપને નાં બોલવાનું ઘણું બધું બોલી ગયા હતા. એ વાતને ઘણો સમય થઈ ગયો. પરંતુ એ વાતો હજુ પણ આપને બેચેન કર્યા કરે છે. મનમાં ને મનમાં ડંખ્યા કરે છે. એનો એ અર્થ થયો કે સામેવાળો વ્યક્તિ હાજર નથી. તેની સાથેની કડવી વાતો હમણાં યાદ કરવાનો કોઈ મતલબ નથી. છતાં ઘણા વખત પહેલાની વાતો યાદ કરી દુઃખી ખીન્ન થઈ જઈએ છે. આમ ભુતકાળની કડવી યાદો યાદ કરી આજનો આનંદ આજની ખુશી ગુમાવીએ છે.
આવી રીતે ભવિષ્ય વિશે વિચારીને પણ આપને ટેન્શનમાં આવી જઈએ છે.કાલે આમ થશે. પરમ દિવસે આમ થશે. એમ વિચારી જાણીજોઈને ભવિષ્યનું બિહામણું કાલ્પનિક ચિત્ર ઉભું કરી આજન: મજા બગાડીએ છીએ. ઉદાસ અને નારાજ થઈ જઈએ છે.. જોવાની વાત તો એ છે કે આપને ભવિષ્યમાં આરામથી સુખ શાંતિથી રહી શકીએ એ માટે 24/7 મથામણ કરીએ છે.આનાથી આપની બેચેની રઘવાટ તરફડાટ બમણો થઈ જાય છે. હવે આની સીધી અસર આપણા મગજને થાય છે. આપનો આત્મવિશ્વાસ ડગી જાય છે. આપને નાસીપાસ થઈ જઈએ છે. આપણે અંદરથી તૂટી જઈએ છે ભવિષ્યનાં કાલ્પનિક વિચારો અને ભુતકાળની કડવી યાદો વચ્ચે આપણે ફસાઈ જઈએ છે. આ બન્ને વસ્તુઓ ખોટી છે.
ભુતકાળમાં આપણે જે કઈ બોલ્યા એ સમય પસાર થઈ ચુક્યો છે એ સમય એ પળો પાછી આવવાની નથી. હકીકતમાં વાસ્તવિક રીતે જોઈએ તો આપની પાસે આજ છે. આ સમય આ પળો આ વખતને સારી રીતે માણો. આનંદથી રાજીખુશીથી જીવો.
ભુતકાળને યાદ કરવાથી તમારો વર્તમાન ડહોળાય જશે. તમે આજે જીવી શકશો નહીં. ભવિષ્યની બિનજરૂરી ફાલતુ ચિંતાનો પહાડ હમણાં બનાવવાની કોઈ જ જરૂર નથી. આપણે જાતજાતની કલ્પનાઓ કરી આપણા મનને જાણી જોઈને અશાંત બનાવી દઈએ છે. સલીમ જાવેદને પણ ઝાંખા પાડી દઈએ છે.
આભાસી કલ્પનાઓ કરી દુઃખી થઈ જઈએ છે. આજનું વિચારો આ પળ કેવી છે? આ પળમાં તમે બેચેની અશાંતિ ક્યાંથી શોધશો? માટે ભુતકાળને ભુલી જઈ ભવિષ્યનું બધું હમણાં વિચારવાનુ છોડી દઈ આજમાં જીવો જીવનનો આનંદ લો. આજને આ પળોને માણો. તમારું મન મગજ પ્રફુલ્લીત થઈ જશે તમે હળવાફૂલ બની જશો.
આજને જીવો. આજને ભરપુર માણો. કોણ જાણે ક્યારે જીવનનો અસ્ત થઈ જાય પછી આ બધું કોણ માણશે? કોણ ભોગવશે? કોણ વાપરશે? કોણા નસીબમાં આ બધું લખાયું હશે? કોણ જાણે?
નાં જાણે કોણ સા પલ મોત કી અમાનત હો 
હર એક પળ કી ખુશી કો ગલે કો લગા કે જીઓ 
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
93769 81427
વધુ નવું વધુ જૂનું