અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

લહેરો સે ડરકર નૈયા પાર નહિ હોતીકોશિશ કરને વાલોં કી હાર નહિ હોતી.

લહેરો સે ડરકર નૈયા પાર નહિ હોતી
કોશિશ કરને વાલોં કી હાર નહિ હોતી.
         
      તાં.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ શાળાકીય રમતોત્સવ માં શ્રી ભડલી પ્રા.શાળા નં .- ૨ ની વિદ્યાર્થીની માણકોલિયા પરીતા રસિકભાઈ એ અંડર ૧૪ એઇજ ગ્રુપ માં એથલેટિક્સ વિભાગમાં ૬૦૦ મીટર અને ૪૦૦ મીટર આ બંને સ્પર્ધા માં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી ને શાળા, કુટુંબ તથા ગામ નું નામ સમગ્ર જિલ્લા માં સુવર્ણ અક્ષરે લખ્યું છે.
જેવી રીતે હીરા ને ઘસવાંથી તેમની ચમક અને કિંમત માં વધારો થાય છે તેવી જ રીતે શાળામાંથી આવા પ્રતિભાશાળી ખેલાડીઓ શોધી કાઢવાનું ખરું શ્રેય શાળાના રમતગમ્મત વિભાગના કોચ તથા શાળાના સમગ્ર સ્ટાફમિત્રો ને ફાળે જાય છે.ભડલી ગામ માંથી જિલ્લાકક્ષાએ વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર પરિતાબેન પ્રથમ વિદ્યાર્થીની છે.આવનારા સમય માં રાજયકક્ષા ની સ્પર્ધામાં ભાગ લઈ ને પ્રથમ ક્રમ મેળવે એવી શાળા પરિવાર તથા સમસ્ત ભડલી ગામ વતી ખુબ ખુબ શુભેચ્છા.
વધુ નવું વધુ જૂનું