અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શ્રેષ્ઠ શિક્ષક જીવનલક્ષી શિક્ષણ ચારિત્ર્ય ઘડતર સાથે વિદ્યાર્થીઓને તેજસ્વી અને તપસ્વી બનાવે છે : વિનોદભાઈ વાલાણી

શ્રેષ્ઠ શિક્ષક જીવનલક્ષી શિક્ષણ ચારિત્ર્ય ઘડતર સાથે વિદ્યાર્થીઓને તેજસ્વી અને તપસ્વી બનાવે છે : વિનોદભાઈ વાલાણી
         એક પુસ્તક એક પેન એક બાળક અને શિક્ષક વિશ્વને બદલી શકે છે તેવા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરાંત ચારિત્ર ઘડતરમાં શિક્ષકો હંમેશા પ્રેરણાદાયી રહેશે.
        આજે પાંચમી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે,વિશ્વના શિક્ષણ શાસ્ત્રીઓમાં સર્વોપરી એવા ભારતના મહાન શિક્ષણ શાસ્ત્રી તત્વચિંતક રાધા કૃષ્ણનના જન્મદિવસે આજે સ્વતંત્ર ભારત શિક્ષક દિનની ઉજવણી કરે છે શિક્ષણ એટલે સદગુણોનો વિકાસ આદર્શ શિક્ષકો જીવન જીવવાની કળા શીખવે છે અને શ્રેષ્ઠ વિદ્યા ઉત્તમ નાગરિકોનું નિર્માણ કરે છે અને વિદ્યાદાનથી જીવન ઉજ્જવળ બને છે,વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરાંત ચારિત્રય ઘડતરમાં શિક્ષકો હંમેશા પ્રેરણાદાયી રહેશે એવા વિદ્યાવાડીના વિકસતા રંગબેરંગી પુષ્પોના સિંચન અને જતન કાજે માળીનું કામ નિષ્ઠાથી કામ કરતા શિક્ષકોના ઉમદા કાર્યોને હું શિક્ષક દિન નિમિત્તે વંદન અભિનંદન સાથે બિરદાવુ છું,આજના યુગમાં શિક્ષણ સતત પરિવર્તન પામતી પ્રક્રિયા છે,આજના યુગમાં શિક્ષણનો વિસ્ફોટ થઈ રહ્યો છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી આજના ઝડપી યુગમાં દરેક ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું છે ઉત્તમ વિદ્યાદાનથી ઈસરોના વૈજ્ઞાનિકોએ અમૃતકાળથી શરૂઆતમાં ઇતિહાસની રચનાની ચંદ્રયાન 3 નું ચંદ્રથી સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું તેવા શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકોને સો સો સલામ,શિક્ષક સમાજનો એક ભાગ છે,એ આવનાર સમાજનું નિર્માણ કરે છે,શિક્ષક એટલે સમુદ્રજ્ઞાનનો પવિત્રતાનો એક અંદરનો યુક્ત ખૂણો દરેક વ્યક્તિના મનનો ખૂણો શિક્ષક,અપૂર્ણ ને પૂર્ણ કરનારો શિક્ષક,તત્વોથી મૂલ્ય ફુલાવનારો શિક્ષક,એક બાળકને સારું અને સામાજિક બનાવવાનું કામ એક શિક્ષકથી વધારે સારું કોઈ કરી શકતું નથી વ્યક્તિના જીવનને શ્રેષ્ઠ બનાવવામાં માતા-પિતા પછી શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોય છે એક બાજુ સ્કૂલ કોલેજના શિક્ષક આપણને સાચી દિશા બતાવે છે તો ત્યાં જ સંસ્થાઓની બહાર પણ આપણને જીવનની દરેક પરિસ્થિતિમાં અલગ અલગ રૂપે શિક્ષક મળે છે,દેશ દુનિયાનો પ્રેરણાદાયી વ્યક્તિત્વ હોય તો તે શિક્ષક છે,જીવન જીવવાની કળા બતાવે તે શિક્ષક,શિક્ષકદિને મારા જીવનમાં જે કોઈ ગુરુજનો શિક્ષકો કે મિત્રનો મારા જીવનમાં એક તબક્કે પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે જેનાથી હું સફળ જીવન જીવવાની મારા જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છું પણ મારા જીવનને સફળ બનાવવા અને જીવન જીવવાના રાહ બતાવ્યા છે તેવા શિક્ષકોનો ઋણી છું,શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનું જીવન રોશન કરે છે,શિક્ષક અને સડક એક સમાન હોય છે પોતે ત્યાં ને ત્યાં જ રહેશે પણ બીજાને મંઝિલ સુધી પહોંચાડી દે છે,શિક્ષક એટલે ભાવિ પેઢીનો શિલ્પકાર છે તેમના વડે જ આપણને જ્ઞાન અને સકારાત્મક દ્રષ્ટિ મળે છે,આપણા ગુરુ આપણા શિક્ષકો પ્રત્યે આભાર અને ઋણ વ્યક્ત કરવાનો આ દિવસ છે,ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ
વધુ નવું વધુ જૂનું