અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની કેન્દ્રીય રેલ મંત્રીને ધારાદાર રજૂઆત

રાજય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની કેન્દ્રીય રેલ મંત્રીને  ધારાદાર રજૂઆત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટને પુરતી અને મહત્વની ટ્રેનો આપવા અને કેટલીક મહત્વની ટ્રેનોનું લંબાણ આપવા રાજયના જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વીન વૈશ્નવને રજુઆત કરી છે.
રાજકોટ-સૌરાષ્ટ્રના હજારો શ્રધ્ધાળુઓ આસ્થાના કેન્દ્ર હરિદ્વાર ખાતે અવાર-નવાર જાય છે, વિશાળ સંખ્યામાં જનસમુદાય હરિદ્વાર જવા માટે ટ્રેનમાં લાંબા સમય સુધી બુકીંગ મળતું નથી, ડબલ ટ્રેકની કામગીરી પુર્ણ થતાં રાજકોટથી લાંબા અંતરની ટ્રેનનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને મળે તેવી લાગણીને કેન્દ્રીય રેલ મંત્રી સુધી પહોચાડી છે અને આ બાબતે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલ્વેને પણ યોગ્ય કક્ષાએ દરખાસ્ત કરવા અને રાજકોટ રેલ્વે સ્ટેશને આવતા વયોવૃધ્ધ-અશકત, મહીલા, બાળકો સહીતના મુસાફરોને ઉપર ચડવા-ઉતારવા માટે પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ પુરતા પ્રમાણમાં લીફટ અને એસકેલેટરની સુવિધા પણ ઉભી કરવા જણાવાયું છે.
પોરબંદર નવા બનેલા બ્રોડગેજ રૂટ ઉપર માત્ર ત્રણ ટ્રેનો ચલાવવામાં આવે છે, આ રૂટ દિવસ દરમ્યાન ખાલી રહે છે અને પોરબંદરથી રાજકોટ-અમદાવાદ જવા માંગતા મુસાફરોને પુરતી સુવિધા-પરિવહન માટે હાલ રાજકોટથી પોરબંદર વાયા જામનગર તરફ ચલાવવામાં આવતી કેટલીક ટ્રેનોને વાયા ગોંડલ-જેતલસર થઈને ચલાવવામાં આવે તો અંતર ટૂંકું થવાથી રેલ્વેને આર્થિક લાભ થશે અને પોરબંદર, ધોરાજી, ઉપલેટા તરફ જવા માંગતા મુસાફરોને નવી ટ્રેનોનો લાભ મળતો થશે.
રાજકોટને પુરતી ટ્રેનની સુવિધા આપવા ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળો, ધામિક આસ્થા સાથે જોડાયેલા શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને લઈ રાજકોટથી દર સપ્તાહે મળતી હરિદ્વાર ટ્રેનને બહોળા ટ્રાફીકને ધ્યાનમાં રાખી દૈનિક ટ્રેન શરૂ કરવા, દ્વારકા અને અધ્યોધ્યાના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ માટે ઓખા-અયોધ્યા, અને ઓખા વાયા મથુરા વચ્ચે બે વખત સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવા, રાજકોટ-અમદાવાદ વચ્ચે રોજીંદી એ.સી.ચેર કાર ટ્રેન શરૂ કરવા, ઉતરાંચલ એકસપ્રેસને અઠવાડીયામાં ત્રણ-ચાર વખત ચલાવવા, રાજધાની, શતાબ્દી એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવા, દર સોમવારે ઉપડતી રાજકોટ-લાલકુઆ, રાજકોટ-મહેબુબનગર અને રાજકોટ-મદુકાઈ ટ્રેનને દૈનિક ચલાવવા,દર મંગળવારે ઉપડતી ઓખા-દિલ્હી સ્પેશ્યલ ટ્રેનને દૈનિક ચલાવવા, દર બુધવારે ઉપડતી હાપા-નહારાલાગુન સ્પે.ટ્રેનને દૈનિક ચલાવવા, દર શુક્રવારે ઉપડતી રાજકોટ-બારાઉની ટ્રેનને દૈનિક ચલાવવા, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એકસપ્રેસ ટ્રેનને બોરીવલી સ્ટોપ આપવા, જસદણ-બોટાદ વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઈન મંજુર કરવા અને રાજકોટથી રાત્રીના 8.30 કલાકે રાજકોટ-જુનાગઢ -સોમનાથ વચ્ચે નવી ટ્રેન મંજુર કરવા સહીતની બાબતે રજુઆત કરી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો