વધુ એક શિક્ષક દિવસ આવી પહોંચ્યો છે. આજે એકવીસમી સદીના 24 મા વરસે શાળાનું શિક્ષણ અને સાચા શિક્ષકો બન્નેની ભારે ખોટ છે. છેલ્લા ચાર પાચ વરસમાં શિક્ષણમા જેટલાં અખતરા થયા છે એનાથી શિક્ષક અને શિક્ષણ બન્ને હાંસિયામા ધકેલાય ગયા છે. ખરેખર શિક્ષકનું સ્થાન માતાપિતા સમકક્ષ જ હોવું જોઈએ.
સમાજમા શિક્ષકનું સ્થાન વકીલો ડોકટરો એન્જીન્યરો વેપારીઓ બિઝનેસમેનો ઉદ્યોગપતિઓ રાજકારણીઓ કરતા ઘણું ઉંચુu છે. કારણકે આ બધા મળીને પણ એક શિક્ષકનું નિર્માણ કરી શકતા નથી જયારે એક શિક્ષક એક સાથે સેંકડો વિદ્યાર્થીઓને વકીલ એન્જીન્યર વેપારી બિઝનેસમેનનું નિર્માણ કરી શકે છે. શિક્ષકો જાદુગર હોય છે. નબળામાં નબળા વિદ્યાર્થીને શિક્ષક જીવનમાં સફળ બનાવી શકે છે.
કોણે ખબર આપણે શિક્ષકો જેણે લાયક છે તે માન સન્માન આપી શકતા નથી. શિક્ષકોની જે વેલ્યુ થવી જોઈએ એ કદી થઈ જ નથી. સમાજની સકલ અને સુરત બદલનાર શિક્ષકો રાષ્ટ્ર નિર્માતા છે. રાષ્ટ્રના ઘડવૈયા છે.
જો કોઈ દેશને સાચા અર્થમાં વિશ્વગુરુ બનવું હોઈ તો કોઈ નેતા કે આગેવાન એ દેશને વિશ્વગુરુ બનાવી શકશે નહીં આ કામ સાચા અને સનીષ્ઠ શિક્ષકો જ કરી શકે છે.
અમે નાના હતા તે વખતે શિક્ષકો સામે આંખ ઉંચી કરીને જોવાની હમારી હિંમત થતી નહોતી. શિક્ષક સામે થોડા દુર ઉભા હોય તો પણ અમારા ગળામાંથી અવાજ નીકળતો નહોતો. કોઈ વિદ્યાર્થી બે ચાર દિવસ શાળામાં ના આવે તો શિક્ષક દુઃખી થઈ જતા હતા. ઘરે બીજા વિદ્યાર્થીને મોકલી તપાસ કરાવતા કે વિદ્યાર્થી શાળામાં કેમ આવતો નથી?
ગરીબ અને મધ્યમવર્ગના બાળકોની ફી બાકી હોય તો શિક્ષક ખુદ ફી ભરી દેતા હતા. ચોપડા પુસ્તકો માટે પણ વિદ્યાર્થીઓને મદદ કરતા હતા.
શિક્ષકોની એક આભા એક પ્રભાવ હતો. શિક્ષકો તેજસ્વી દિવ્ય પુરુષ લાગતા હતા. શિક્ષકોનું અનુકરણ અને નકલ કરવાનું કોઈ વિચારી શકતું નહીં.
શિક્ષકો અભ્યાસકર્મ સાથે સર્વાંગી શિક્ષણ આપતાં હતા. નેતિક મૂલ્યો સદાચાર શિસ્ત એકતા ભાઈચારાના પાઠો શીખવતા હતા સાફ સફાઈ પણ કરાવતા હતા સ્વછતા અભિયાન શો પ્રથમ શિક્ષકો શીખવતા હતા.
વિદ્યાર્થીઓ આદર માન સન્માન ઈજ્જતના પાઠો શિક્ષકમાંથી ગ્રહણ કરતા હતા.
પહેલા શિક્ષકો માટે શિક્ષણ જ સર્વોચ્ચ હતુ પગાર તે વખતે પણ મામૂલી હતો આજે પણ શિક્ષકોનો પગાર નજીવો જ છે.
સરકારે તો સારા કાયમી શિક્ષકો ખપતા જ નથી. વિધા સહાયકોના નામથી ગાડું ગબડાવાય છે. પછી શાળાઓ ખાલી ને ટ્યુશન કલાસો ધમધોકાર ચાલે ને જ જો શાળામાં સારુ અને સાચું શિક્ષણ મળતું હોય તો પછી ટ્યુશન ક્લાસ બઁધ જ થઈ જાય.
આપણે આપણા અભ્યાસકર્મોમાં પ્રેક્ટિકલ પાઠો શીખવવા જોઈએ. સમય સંજોગો માંગ અનુસાર શિક્ષણ હોવું જોઈએ માત્ર પુસ્તકીયા ગોખેલાં પાઠોથી વિધાર્થીઓ અને સમાજનું ક્યારેય ભલું થવાનું નથી.
હેતુલક્ષી જીવનમાં કામ લાગે એવું શિક્ષણ હોવું જોઈએ. જીવનની મુશ્કેલીઓ તકલીફોમાં તમે ટટ્ટાર અડીખમ ઉભા રહી મુકાબલો કરી શકો એવું શિક્ષણ હોવું જોઈએ પરિવારને સમાજને દેશને તમે મદદરૂપ બનો એવું શિક્ષણ હોવું જોઈએ.
આજના શિક્ષકો અને શિક્ષણનાં પ્રતાપે વિદ્યાર્થીઓ શાળાઓ કોલેજો કરતા પાનના ગલ્લે અને ચાહની કીટલી પર આખો દિવસ પસાર કરતા જોવા મળે છે આ વિદ્યાર્થીઓ શાળામાં કોલેજમાં પોતાની મરજીથી રાજીખુશીથી સાચા અર્થમાં ભણે. પરિવાર સમાજ દેશનું નામ રોશન કરે શાળા અને શિક્ષકો ગર્વ લઈ શકે એવું વાતાવરણ રચવાની તાતી જરૂર છે
શાળાઓ બઁધ થઈ રહી છે કોલેજોનાં વર્ગો ખાલીખમ છે વિદ્યાર્થીઓ દિશાહીન છે જે ખરેખર આ પરિસ્થિતિ બદલી શકે છે એમનો કોઈ ભાવ પુછતું નથી.
કેટલાક નિવૃત આચાર્યો શિક્ષકો હજુય શિક્ષણને લગતી સારી પ્રવુતિઓ કરી રહ્યા છે સમાજની અને દેશની સારી સેવા કરી રહ્યા છે આ કોહિનૂર રત્નોને ભારતને ફરી ચમકતું દમકતું કરવું છે પણ વાલીઓ અને વિધાર્થીઓ ગંભીર નથી.
આજના પવિત્ર દિવસે તમારા શિક્ષકનાં પગે પડી આશીર્વાદ લેજો કે સાહેબ મને ઓળખ્યો નહીં હું આ છું જો શિક્ષકો તમારાથી દુર હોય તો વિડિઓ કોલ નોર્મલ કોલ કરી પણ શિક્ષકોને બે મીઠાં શબ્દ કહેજો
હું ખુબ જ ગર્વથી ઉન્નત મસ્તકે કહીશ કે આજે જ્યાં છું ત્યાં સુધી મને પહોંચાડવામાં મારાં માતાપિતા અને મારાં પ્રાંત સ્મરણીય શિક્ષકોનું બહુમૂલ્ય યોગદાન છે. દુનિયાનાં દરેક શિક્ષકોનાં ચરણોમાં કોટી કોટી નતમસ્તક વંદન
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information