રાજકોટ જિલ્લા કલેકટર અચાનક રજા પર, ત્રણ દિવસની મિટિંગો મોકૂફ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષી આજે અચાનક રજા ઉપર જતા આજની લેન્ડ ગ્રેબીંગ કમિટી, રેવન્યુ ઓફિસર્સ સહીતની બેઠકો મુલતવી રાખવામાં આવી છે.મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષી સવારે અચાનક અંગત કારણોસર ગુરૂવાર સુધીની રજા પર જતા આજે યોજાનાર લેન્ડગ્રેબીંગ કમીટી સહીતની બેઠકો મોકુફ રખાઇ છે. આ ઉપરાંત આગામી બે દિવસમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જે જે બેઠકો કાર્યક્રમો યોજાનાર હતા તે મોકુફ રાખવામાં આવેલ છે.સંભવત: આગામી શુક્રવારે ફરી જિલ્લા કલેકટર હાજર થનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.