જીવનમાં સુકુન ચેન શાંતિ જોઈએ છે?
હમણાં હમણાં છેલ્લા કેટલા વરસોથી આપણું જીવન ખુબ જ ભાગદોઢ તણાવ ચિંતાવાલુ થઈ ગયું છે. આપણે સવારથી સાંજ સુધી 24/7 દોડાદોડી કર્યા કરીએ છે. ક્યાંક અટકવાનું નામ લેતા નથી.
તેથી રાજરોગ ડાયાબિટીસ બ્લડપ્રેશર હાર્ટએટેક સહિત વિવિધ બીમારીઓના ભોગ બનીએ છે. જો આપણે આપણા મનથી આપની રોજિંદી દિનચર્યામાં ફેરફારો કરીએ તો આપણા જીવનમાં ખુબ મોટો ફરક પડશે.
બારાખડી તો આપણે ક્યારના ભુલી ગયા છે. બારાખડી હવે નવા સ્વરૂપે જીવનમાં ઉતારીએ.
" ક " - કોઈ દિવસ રિસાવું નહી.
" ખ " - વાતે વાતે ખરાબ ખોટું લગાડવું નહી
" ગ " - ગરમ ઉગ્ર મિજાજ રાખવો નહી.
" ઘ "- ઘરને મંદિર બનાવી રાખવું
" ચ "- આપણી હોશિયારી ચતુરાઈ બધે દાખવવી નહી."
" છ "- છળ છેતરપિંડી ક્યારે પણ કરવી નહી.
"જ "- આપણો જન્મ સફળ કરવો
"ઝ "- ઝંખના ઈચ્છા સારી વસ્તુની કરવી.
" ટ "- ઘરમાં બહુ ટકટક કરવી નહી.
"ઠ "- મોટાનો ઠપકો ડાટ સાંભળી લેવી.
' ડ "- ભગવાન ઊપરવાલાનો ડર રાખવો.
"ઢ "-ઢગલાબઁધ સારા કામો કરવા.
" ત "- હંમેશા સાચાની સત્યનો પક્ષ લેવો.
"થ "- ક્યારે પણ થાકવું નહી.
"દ "- આપણા દુઃખ દર્દને બહુ ગણકારો નહી.
" ધ "- પોતાના ધર્મમાં રસ રુચિ રાખો.
"ન "- ક્યારેય નફ્ફટ ના બનો.
"પ "- ક્યારેય પણ કોઈ પણ વાતમાં પક્ષપાત કરવો નહી.
"ફ '- કોઈને પણ ફસાવવાની કોશિશ કરવી નહી.
'બ '- બમણું આપતાં શીખો.
"ભ "- ભગવાનનો હંમેશા ઉપકાર માનતા શીખો.
" મ " પોતાની મરજી મુજબ વર્તન કરવું નહી.
"ય "- યશ માટે ખોટી દોડાદોડી કરવી નહી.
" ર "- ખોટા રસ્તા પર જવુ નહીં.
"લ "- પોતાનું લક્ષ્ય દયેય પાક્કો રાખવવ "- વગર પૂછે કોઈને પણ જવાબ આપવો નહી.
''શ "- શરમ એક આભૂષણ છે.
"સ " - સરસ મીઠઠું બોલવું.
"ષ " - ષડયંત્ર કાવતરા કરવા નહી.
"હ "- હંમેશા હસતા રહો.
"ળ "- કરેલા કામોના ફળની અપેક્ષા રાખવી નહી.
ક્ષ "- ક્ષમા હંમેશા બધાને જ માફ કરો.
"જ્ઞા"- જ્ઞાન હંમેશા વહેંચવાથી વધે છે.
પહેલાની બારાખડી યાદ નથી. કઈ વાંધો નહી. આ નવી બારાખડીને અનુસરો જીવનમાં ઉતારી લો. તમારું જીવન આસાન સરળ થઈ જશે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information