આપણે ત્યાં ખબર નહી કેમ ભાજપવાલાને રાહુલનું નામ લે નહી ત્યાં સુધી સવારની ચાહ ગળા નીચે ઉતરતી નથી. ભાજપના રાજ્યકક્ષાના તો ઠીક રાષ્ટ્રીય પ્રમુખ અરે ખુદ વડાપ્રધાન મોદી પણ રાહુલનું નામ લેતા થાકતા નથી.
એક સમયે એક સદીથી પણ વધુ જુની કોંગ્રેસ લગભગ નામશેષ થઈ ગઈ હતી. કૉંગેસના લગભગ તમામ રાજ્યોના મોટા હોદેદારો આગેવાનો કાર્યકરોને ભાજપે યેનકેન પ્રકારે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ભાજપમાં વાજતેગાજતે પ્રવેશ અપાવી દીધો.કેટલાક આયાતીઓને ભાજપે ટિકિટ આપી કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય બનાવી દીધા.
આપણા ગુજરાતના અમર અકબર એન્થની હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર ભાજપમાં છે. હાર્દિક બહુ હવાતિયાં મારે છે. પણ ભાઈનું કઈ ચાલતું નથી.અલ્પેશ ભીડમાં ક્યાય ખોવાઈ ગયા છે. જીગ્નેશ મેવાણી એકલા હાથે ભાજપને મથાવી રહ્યા છે.
કોંગ્રેસમાં કાર્યકરો નથી એનાથી બમણા નેતાઓ હતા ભાજપે બધાને ભાજપનો ખેસ પહેરાવી ચુપ કરાવી દીધા.
કોંગ્રેસ લગભગ ખલાસ થઈ ગઈ હતી. તબિયત અને ઉંમરને લીધે શ્રીમતી સોનિયા રાજીવ ગાંધી હાલ રાજકારણમાં સક્રિય ભાગ ભજવી શકતા નથી. રાહુલ અનેક ભુલ એકની એક ભુલ વારંવાર કરી રહ્યા હતા. તેથી ભાજપ માટે ખુલ્લું મેદાન હતુ કોઈ મોટો હરીફ નહોતો.
મોદી અને ટીમ ભાજપે અનેક ક્રાંતિકારી નિર્ણય લીધા છે. પ્રજાલક્ષી કામો કર્યા છે. બીજા 20 વરસ મોદીનો વિકલ્પ ભારત શું વિશ્વ પાસે પણ નથી. મોદી અને ટીમ ભાજપ પોતાના સારા કાર્યો ગણાવવાને બદલે રોજ સવાર પડે ને રાહુલ રાહુલ કરવા માંડે છે. લોકસભામાં 44 પરથી 99 પર કૉંગેસને લાવવામાં ટીમ ભાજપ અને મોદીનું બહુ મોટુ યોગદાન છે. યુ. પી. મા શહેજાદે કઈ રાહુલ અખિલેશને ઉતારી પાડનાર ટીમ ભાજપ અને મોદી હજુ આટલા સમય પછી પણ યુ. પી. માં હાર માટે જવાબદાર કોણ એ શોધી શક્યા નથી. કારણકે પોતે જ જવાબદાર છે એ કોણ કબુલે?
દરેક સભામાં દરેક પ્રેસ કોન્ફરન્સમાં રોજ બહાર પડતી યાદીમાં બધે જ રાહુલનું નામ હોય જ છે. આમ કરતા કરતા ભારતીયોએ રાહુલ પર ભાજપની ટિપ્પણીને ગંભીરતાથી લેવાનું બઁધ કરી દીધું છે. ગઈ કાલ સુધી ફ્લોપ ગણાતી રાહુલની ન્યાયયાત્રા ભાજપની મહેરબાનીથી સફળ થઈ ગઈ.હવે રાહુલ ધીમે ધીમે મક્કમ ગતિથી આગળ વધી રહ્યા છે. ટીમ ભાજપ હજુ પણ રાહુલની જીભ કાપવાની મારી નાખવાની વાતો કરી રહી છે. રાહુલ સહિત કૉંગેસીઓ એ પણ મોદી અને ટીમ ભાજપને ધરાઈ ધરાઈને ગાળો આપી છે. અપશબ્દો કહ્યા છે. ના કહેવાનું બહુ બધું કહ્યું છે પણ હવે હમણાં હમણાંથી રાહુલને વડાપ્રધાન બનાવવાની ટીમ ભાજપને બહુ ઉતાવળ એમ લાગી રહ્યું છે. કોઈ પણ નેતા કોઈ પણ પક્ષ દુધે ધોયેલો નથી. બધા જ કાગડા કાળા છે.
ટીમ ભાજપ અને મોદી વિકાસ લોકહિત દેશહિત પ્રજાલક્ષી કાર્યો બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેનની જગ્યા પર રાહુલ રાહુલ કરી રાહુલને શા માટે ઓક્સિજન પુરો પાડી રહી છે?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information