હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એરપોર્ટ એડવાઈઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવતાં આં અંગે જસદણ જીઆઈડીસી એસોસિએશન યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ આવકારી અભિનંદન પાઠવ્યાં હતાં.
આ અંગે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સરકારી તંત્રમાં ગુજરાતમાં અઘિકારીઓ મોટા ભાગે અન્ય રાજ્યમાંથી આવતાં હોય છે ત્યારે સ્થાનિક લોકોને જે તે તંત્ર સબંધી ફરિયાદોનો નિકાલ કરવા સંકલન સાધવા સ્થાનિક નેતાઓ આગેવાનોની સમિતિ જોરદાર કામ કરે છે ત્યારે માનનીય સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાની ચેરમેન તરીકે જવાબદારી વધી છે
જે તેમની હેઠળના સભ્યો બેખૂબીથી કામ કરશે છેલ્લે વિજયભાઈ એ દરેકને અભિનંદન પાઠવ્યાં હતાં.