લીંબડી ભોગાવા નદીના કિનારે પોલીસ ટીમે દરોડો પાડી દારૂ, બિયરના જથ્થા સાથે 2 શખસને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખસ હાજર મળ્યો નહોતો. દારૂ, બિયર, મોબાઈલ સહિત 1.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
લીંબડી શહેરમાં નવરાત્રિ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમને બાતમી મળી હતી કે કબીર આશ્રમ પાછળ ભોગાવા નદીના કિનારે અમુક શખસો દારૂ, બિયરનો જથ્થો રાખી વેપાર કરી રહ્યા છે.
પીઆઈ પી.કે.ગોસ્વામીએ પોલીસ ટીમે સાથે બાતમીના સ્થળે દરોડો પાડી દારૂ, બિયરના જથ્થાની હેરાફેરી કરતાં જયેશ લખમણભાઈ સોંડલા અને આનંદ ભરતભાઈ બારૈયાને ઝડપી પાડ્યા હતા.
બન્ને શખસો પાસેથી દારૂની 121 બોટલ, બિયરના 38 ટીન, મોબાઈલ ફોન અને 2 બાઈક સહિત 1,25,278 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન જયેશ સોંડલાએ જણાવ્યું હતું કે મારા કાકા રાજુ ઉર્ફે મુખી ગગજીભાઈ સોંડલાએ દારૂ બિયરનો જથ્થો મંગાવ્યો હતો.
રાજુ ઉર્ફે મુખી ઘણાં સમયથી દારૂ બિયરનો વેપલો કરે છે. દરોડો દરમિયાન રાજુ હાજર મળ્યો નહોતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.