બૉલીવુડના એક સદીથી વધુના ઇતિહાસમાં અનેક નામી અનામી અભિનેતાઓ આવ્યા. શેખ મુખ્તારથી લઈ આ સિલસલો ચાલુ જ છે. પણ વરસો સુધી ચાહકોના મનમાં વસવાનું સૌભાગ્ય ગણ્યાગાંઠ્યા અભિનેતાઓને મળ્યું છે. એમાં દિલીપ રાજ દેવની ત્રિપુટી રાજેશખન્ના ધર્મેન્દ્ર જીતેન્દ્ર મિથુન વિનોદખન્ના રીસીકપૂર શશીકપૂર શમ્મીકપૂર સામેલ છે.
આ યાદી બહુ લાંબી થઈ શકે એમ છે. પણ બે અભિનેતાઓ એ ચાહકોના મન મગજ પર જબરો કબ્જો જમાવ્યો છે. એક દિલીપકુમાર બીજા આપણા સૌના હૃદયમાં તનમન મસ્તિકમાં વસેલા અમિત હરિવંશરાય શ્રીવાસ્ત છે. જી હા આ અમિતાભનું આખુ મૂળ નામ છે. અમિતાભના પિતા પણ ખુબ મોટા ગજાના કવિ હતા. શ્રી વાસ્તવ અટક એમની જાતિ સૂચવતી હતી. તેઓ પ્રગતિશીલ હોવાના નાતે પોતે જાતિવાદના બઁધનમાં રહેવા માંગતા નહોતા. તેથી અમિતાભના સ્કુલ પ્રવેશ વખતે એમણે અમિતાભ બચ્ચન લખાવ્યું.
અમિતાભ 82 વરસના થયા. 1942 ની 11મી ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના અલાહાબાદમાં બચ્ચનનો જન્મ થયો હતો. પછી એ જ વિસ્તારની લોકસભાની ચૂંટણીમાં ધુરંધર હેમવતીનંદન બહુગુણાને હરાવી સાસંદ પણ બન્યા હતા એમના પત્ની જ્યાં બચ્ચન પણ સમાજવાદી પક્ષના સાંસદ હજુ પણ છે.
બચ્ચન પોતાને 82 વરસે પણ ફિટ એન્ડ ફાઈન માને છે. સતત કામ કરતા રહે છે. અમિતાભ મોટા સુપરસ્ટાર છે પણ એક સમયે એમના પર કર્જ વધી ગયું હતું.કોઈ કામ મળતું નહોતું. તે વખતે કોઈએ સલાહ આપી કે તમે ટી. વી. પર કાર્યક્રમનું સંચાલન કરો. મોટા પડદાના મોટા સુપર સ્ટાર ટી. વી. ના નાનાં પદડે કેમ આવે? અમિતાભે સહાસિક હિમ્મતભર્યો નિર્ણય લીધો. અને ટી. વી. ની દુનિયામાં પણ આ સુપર સ્ટારે રંગ જમાવી દીધો. કોન બનેગા કરોડપતિના 1000 ભાગ પુરા થયા એમાં હોટ સીટ પર અમિતાભની પુત્રી શ્વેતા અને એમની પુત્રી દેખાયા હતા.
અમિતાભની સફળતાનું રહસ્ય એમની નમ્રતા સાદગી અને સાલસતા છે કામ પ્રત્યે પુરેપુરુ સમર્પણ નિયમિતતા છે. અમિતાભ દરેક ફિલ્મમાં એમના અભિનયની ધાર કાઢતા રહે છે. અમિતાભને વિજય નામ બહુ ફળ્યું છે.જંજીરનો ઈમાનદાર ઈંસ્પેક્ટર વિજય દીવારનો બાગી વિજય અગ્નિપથનો વિજય દિનાનાથ ચૌહાણ ત્રિશુલનો વિજય હંમેશા અમિતાભે વિજય પતાકા ફરાવી છે: અમિતાભ આજે પણ સવારથી લાગી પડે છે. એડ. કોન બનેગા કરોડપતિનું રેગ્યુલર શુટિંગ નવા પિક્ચરમાં નવા કલાકારો સાથે એજ ઉત્સાહ ઉમઁગથી કામ કરવું નવા જમાના સાથે કદમથી કદમ મેળવીને ભાગવું દોડવું બચ્ચન જ કરી શકે.
જીવનના આઠ દાયકા વટાવ્યા પછી પણ પોતાને ગંભીર બીમારીઓ હોવા છતાં બચ્ચન થાકતા નથી. સતત કામ કરતા રહે છે. એક શહેરથી બીજા શહેર સતત દોડતા રહે છે.
અમિતાભ જ એવા કલાકાર છે જેમને 1984 મનમોહન દેસાઈની સુપરહિટ ફિલ્મ કુલીના શુટિંગમાં એક ફાઈટ સીનના શુટિંગ વખતે અકસ્માતથી પુનિત ઈસ્સારનો મુક્કાના શુટિંગ વખતે ટેબલનો ખૂણો વાગતા અમિતાભને જીવલેણ ઇજા થઈ હતી. તાત્કાલિક મુંબઈની બીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે વખતે ભારતમાં કોઈ એવા મંદિર મસ્જિદ ચર્ચ ગુરુદ્વારા નહી હોય જ્યાં અમિતાભ માટે પ્રાર્થના નહી થઈ હોય તે વખતે તત્કાલીન વડાપ્રધાન અમિતાભની ખાસ તબિયત જોવા દિલ્હીથી ખાસ વિમાન મારફતે મુંબઈ બીચકેન્ડી ધસી આવ્યા હતા ચાહકોમાં અને રાજનીતિમા આટલુ બહુમાન મેળવનાર અમિતાભ બચ્ચન એક માત્ર સુપર સ્ટાર છે
અમિતાભની જ સફળ ફિલ્મોમાં અમિતાભ જે ડાયલોગ બોલે છે એ ટીનુ આનંદની કાલીયા ફિલ્મનો સંવાદ અમિતાભને માત્ર અમિતાભને જ આજે પણ લાગુ પડે છે.
" હમ આજ ભી જહાં ખડે હોતે હે
લાઈન વહાં સે સુરુ હોતી હે " સદીના આ મહાનાયક જનજનમાં લોકપ્રિય પચાસ પચાસ વરસથી ચાહકોના મનમાં વસેલા આ નમ્ર વિવેકી સાચા કલાકારને તેમના જન્મદિવસ નિમિતે સુપર દુપર સેલ્યુટ
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427