સમાજનો ગરીબ વર્ગ રોશનીપર્વ સાથે સંકળાય શકે તે માત્ર એક જ ઉદ્દેશ
જસદણ: ફટાકડાંના ભાવોમાં આ વર્ષે લગભગ વીસથી પચીસ ટકા ભાવવધારો ભલે થયો હોય પણ જસદણના સામાજિક કાર્યકર સુરેશભાઈ છાયાણીએ સમાજમાં વસતાં આર્થિક રીતે પછાત લોકોનાં બાળકો દીપાવલીના પર્વની રોશનીથી વંચિત ન રહે તે માટે તેમણે ગાંઠનું ગોપીચંદન કરી પ્રકાશના પર્વમાં શહેરના ચિત્તલિયા કુવા રોડ પર ફટાકડાંના બે સ્ટોલ ઉભા કરી તેમણે પડતર કરતાં પણ નીચે ભાવે ફટાકડાનું વેચાણ કરી બાળકોની ખુશીમાં સહભાગી બન્યા છે લોકોનાં કામોમાં અડધી રાતનો હોંકારો બનતાં સુરેશભાઈ એ આ અંગે જણાવ્યું હતું કે આજે જસદણમાં કેટલાંય એવાં પરિવારો છે જે ટંકે ટંકનું કમાઈ ખાનારો વર્ગ મોટા પ્રમાણમાં છે દિવાળીના તહેવારોમાં શ્રીમંતોના બાળકો ફટાકડાં તો ફોડવાના છે પણ ગરીબ પરિવારના બાળકો ફટાકડાં ફોડી શકે તે માટે અમોએ નાખેલ બે ફટાકડાંના સ્ટોલમાં પડતર કરતાં પણ નીચા ભાવે ફટાકડાનું વેચાણ કરીએ છીએ જેમનો અમને જબરો પ્રતિસાદ સાંપડયો છે જેની ખુશી બાળકોમાં દેખાય છે.
Tags:
Jasdan