આ જકાલ ડિજિટલ અરેસ્ટના બનાવો વધી રહ્યા છે. વૃદ્ધોની સાથે યુવાનો પણ આ ફ્રોડનો ભોગ બની રહ્યાં છે. ડિજિટલ અરેસ્ટ વડે લાખોથી માંડીને કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ રહી છે. નિવૃત્ત વડીલો, બેંકના અધિકારી, શિક્ષકો, આઇટી કંપનીના કર્મચારી, સરકારી કર્મચારી વગેરે ભોગ બનનારા લોકોની યાદી ઘણી લાંબી છે.
ત્યાં સુધી કે દેશના ટોચના ઉદ્યોગપતિ પણ આવા સ્કેમનો ભોગ બન્યા છે. વાત હવે માત્ર પૈસા સુધી નહીં, બ્લેકમેઈલિંગ સુધી પહોંચી ગઇ છે. હમણાં જ સમાચાર હતા અમદાવાદની એક યુવતીને ડિજિટલ અરેસ્ટ બનાવ્યા બાદ તેનાં કપડાં ઉતરાવ્યાં હતાં.
ડિજિટલ અરેસ્ટ અને મોડસ ઓપરેન્ડી
ડિજિટલ અરેસ્ટ એટલે વીડિયો કોલના માધ્યમથી તમારી ધરપકડ કરવી. વૉટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવે છે. જેવો તમે વીડિયો કોલ રિસીવ કરશો એટલે સામેની વ્યક્તિ પોતાની ઓળખ સીબીઆઇ, ઇડી, ઇન્કમ ટેક્સ, કસ્ટમ કે પછી પોલીસ અધિકારી તરીકે આપશે.
જે વિભાગના અધિકારી તરીકે ઓળખ આપશે તેનો સિમ્બોલ પાછળ દીવાલ પર લાગેલો જોઇ શકશો. તેણે યુનિફોર્મ ને આઇકાર્ડ પણ પહેર્યાં હશે કે જેથી તમને વિશ્વાસ થાય.
તે અધિકારી કહેશે કે ફલાણા ગુનામાં ફલાણી જગ્યાએ તમારા પર કેસ થયો છે. તમારા બેંક એકાઉન્ટમાંથી દુબઇ હવાલાના પૈસા ટ્રાન્સફર થયા છે, મુંબઇ એરપોર્ટ પર તમારા નામે પાર્સલ આવ્યું છે જેમાં ડ્રગ્સ છે, તમારી દીકરીનું નામ સેક્સ રેકેટમાં આવ્યું છે, દીકરો ગેંગરેપની ઘટનામાં સામેલ છે.
આમાંથી કોઇ એક વાત કરશે અને કહેશે કે આ ગુના માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે. તમને કહેશે કે તમારે વીડિયો કોલની સામે જ રહેવાનું છે. જો કોઇને વાત કરી તો તરત જ ઘરે આવીને ધરપકડ કરવામાં આવશે ને બીજાં ઘણાં નાટક કરશે.
ક્યારેક સીધા જ પૈસા ટ્રાન્સફર કરવાનું કહેશે તો ક્યારેક કોઇ એપ ડાઉનલોડ કરાવીને એકાઉન્ટ સાફ કરી દેશે. આ રીતે 10-10 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને કરોડો રૂપિયા પડાવ્યાના દાખલા છે.
ડિજિટલ અરેસ્ટ જેવું કશું હોતું જ નથી!
મહત્ત્વની વાત એ છે કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં આ પ્રકારના કાયદાનું કોઇ પ્રાવધાન જ નથી. દુનિયાના એક પણ દેશના કાયદામાં, પોલીસ પ્રક્રિયામાં કે પછી ન્યાયિક તપાસના મુદ્દે ડિજિટલ અરેસ્ટ જેવી પરિભાષા છે જ નહીં.
આ તો સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને લૂંટવા માટે ઊભું કરેલું નવું તિકડમ છે. છીછરા પાણીની માછલીઓ જે ઝડપથી ઝાળમાં ફસાઇ, તેના કરતાં વધારે ઝડપથી લોકો આ ડિજિટલ અરેસ્ટ નામની ઝાળમાં ફસાઇ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે આ પ્રકારના ફ્રોડથી કઇ રીતે બચવું ?
કઇ રીતે બચવું ?
અજાણ્યા નંબર પરથી આવતા વીડિયો કોલ રિસીવ નહીં કરવાના. આગળ કહ્યું તેમ ડિજિટલ અરેસ્ટની શરૂઆત વૉટ્સએપ પર આવતા અજાણ્યા વીડિયો કોલથી થાય છે. ત્યારબાદ બની શકે કે સ્કાઇપ કે ટેલિગ્રામ જેવી એપ પર જવાનું કહે પણ શરૂઆત તો વૉટ્સએપ વીડિયો કોલથી જ થશે. એટલે અજાણ્યા વીડિયો કોલથી દૂર જ રહેવાનું.
બ્લેકમેઇલિંગનું પણ જોખમ
એવી ઘટનાઓ પણ બને છે કે અજાણ્યો વીડિયો કોલ રિસીવ કર્યા બાદ સામે કોઇ દેખાય નહીં. કેમેરા બંધ હોય અથવા અંધારું હોય. આવું કરીને સાયબર ગઠિયાઓ તમારો ચહેરો રેકોર્ડ કરવા માંગતા હોય છે.
પછી તમને વોટ્સએપ પર તમારા ચહેરાવાળા અશ્લીલ ફોટો કે વીડિયો આવશે, જેને વાઈરલ કરવાની અને પરિવારને મોકલવાની ધમકી આપી પૈસા માંગવામાં આવે છે.
વૉટ્સએપનું આ ફીચર ઓન કરી દો
વૉટ્સએપમાં એક ફીચર છે તે ઓન કરવા માટે… WhatsApp > Settings > Calls > Silence unknown callers કરવું. આ મુજબ સેટિંગ્સમાં જઇને આ ફીચરને શરૂ અથવા બંધ કરી શકાશે. આ સેટિંગ્સ ઓન કર્યા બાદ અજાણ્યા નંબર પરથી આવતા કોલ સાઇલેન્ટ થઇ જશે, પરંતુ તમે નોટિફિકેશનમાં અને WhatsApp callsમાં કોણે તમને ફોન કર્યા છે તે જોઇ શકાશે. તો બસ, ફ્રોડથી બચવા માટે અત્યારે જ આ ફીચર ઓન કરી દો! બીજું કે તમારા પરિવાર અને મિત્રોને જાણ કરો. ખાસ કરીને વડીલો