અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ચોટીલા હાઈવે પરથી દારૂ ભરેલી કાર મૂકી કાર ચાલક ફરાર

ચોટીલા હાઈવે પર નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ રિલાયન્સ ચેકપોસ્ટ પાસે પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર અને પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે ખાનગી બાતમી મળી હતી કે, ચોટીલા હાઈવેથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલી એક કાર આવી રહી છે.
આથી બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવતા હાઈવે પરથી કાર પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ચેકપોસ્ટ પાસેથી પરત ચોટીલા તરફ કાર પાછી વાળી ને ચોટીલા તરફ ભાગતા પોલીસ સ્ટાફ દ્વારા તેનો પીછો કરતા કાર ચાલકે ચોટીલાના મફતીયા પરા વિસ્તારમાં કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો. કારમાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 215 બોટલ તેની કિંમત 73700 અને કારની કિંમત 2,00,000 મળી કુલ 2,73,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને જુગાર સહિતના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આથી જિલ્લામાં આવી બદીને દૂર કરવા માટે પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ વધારાય તથા આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો