WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભારત અને સ્પેન વચ્ચે આયાત-નિકાસ થકી અત્યાર સુધીમાં રૂ. ૪૨,૫૮૭ બિલિયનનો વેપાર

આલેખન – શીતલ પરમાર 
ભારત અને સ્પેન વચ્ચે આયાત-નિકાસના સંબંધો છે અને સ્પેનના ઉદ્યોગપતિઓએ ભારતમાં મૂડી રોકાણ કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૭માં સ્પેનની મુલાકાત લીધી હતી, ત્યારબાદ સંબંધો વધુ ઉષ્માભર્યા બન્યા છે.
૨૦૨૩માં ભારતના યજમાન પદે યોજાયેલી G20 સમિટમાં સ્પેનના ઉપરાષ્ટ્રપતિ જોડાયા હતા.

૧૯૫૬ થી શરૂ થયેલી ભારત-સ્પેન દોસ્તી હવે મજબૂત બની રહી છે અને મેક ઈન ઈન્ડિયા C295 એરક્રાફ્ટ તેને નવી ઊંચાઈએ લઈ જશે.

ગુજરાતના ઉદ્યોગિક વિકાસ માટે વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

ગુજરાત રાજ્ય ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને વિકાસ પોષક ઔદ્યોગિક નીતિના કારણે વિશ્વભરમાં ઇકોનોમીક હબ બન્યું છે. વડોદરામાં ટાટા અને એરબસનું સંયુક્ત મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ, જે ભારતનાં સંરક્ષણ ક્ષેત્રનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ C295 બનાવશે, એ દરેક ભારતીય માટે ગૌરવની પળ છે.

ભારત-સ્પેનના દોસ્તાના સંબંધોનો ઇતિહાસ

ભારત અને સ્પેનના સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો બહુ જૂના છે. ૧૯૫૬થી રાજદ્વારી સંબંધો શરૂ થયા પછી, બંને દેશો વચ્ચેની મિત્રતા વધતી રહી છે. ભારતના પ્રથમ નિવાસી રાજદૂતની નિમણુંક ૧૯૬૫માં થઈ હતી. ૨૦૨૩માં સ્પેન ભારતમાં ૮.૨૫ બિલિયન ડોલરના વિદેશી રોકાણ સાથે ભારતના ૧૫મો સૌથી મોટો રોકાણકાર દેશ બની ગયો છે.

આયાત-નિકાસ અને રોકાણ ક્ષેત્રમાં ભારત-સ્પેન સહકાર

ભારત તરફથી સ્પેનમાં ખનિજ ઇંધણ, ટેકસટાઇલ મશીનરી, અને ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ સેક્ટરમાં નિકાસ કરવામાં આવે છે. તે જ રીતે, ભારતમાં ૨૮૦થી વધુ સ્પેનિશ કંપનીઓ મેટલર્જી, ઓટોમોટિવ, નવીનીકરણીય ઉર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

ભારતમાં મેડ ઇન ઇન્ડિયા અને સ્પેનનો સહકાર

C295 કાર્ગો વિમાનોની ખરીદી સહિત સંરક્ષણ સહકાર, દરિયાઈ સુરક્ષા, અને નવી ટેકનોલોજી પર બંને દેશો સહકાર વધારી રહ્યા છે.

સાંસ્કૃતિક આદાનપ્રદાન અને ગ્લોબલ ભાગીદારી

ભારતમાં સ્પેનિશ કલા અને સ્પેનમાં ભારતીય યોગ તથા સંગીત લોકપ્રિય છે, જે બંને દેશો વચ્ચેના દોસ્તાના સંસ્કૃતિમય સંબંધોને મજબૂત બનાવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો