હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દાઉદી વ્હોરા સમાજના દિવગંત બાવનમા દાઈ સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.) અને ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના જન્મદિન અનુસંધાને તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૪ ને રવિવારના રોજ રાજકોટ શહેરના જામનગરરોડ એકજાન હોલ ખાતે સવારે ૯ થી બપોરના ૧૨ વાગ્યાં સુધી વજીહી મોહલ્લા ઉમર સેહત અને હેલ્પર હેન્ડસ ટ્રસ્ટ દ્વારા વિવિધ નિષ્ણાંતો ઓડિયો મીટરથી દર્દીઓની કાનની બહેરાશ અને પડદાની તપાસ વિના મૂલ્યે કરી આપશે.
વહેલા તે પહેલાના ધોરણે દર્દીઓની તપાસ કરી આપવામાં આવશે તો બહેરાશ સબંધિત દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા હોજેફાભાઈ શાકીર દ્વારા અપીલ કરવામાં આવી છે વધું વિગત માટે મો.9824482390 ઉપર સંપર્ક કરવો અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં હેલ્પર હેન્ડસ ટ્રસ્ટએ સેવા અંગે ટુંકા ગાળામાં જબરું કાંઠુ કાઢ્યું છે ટ્રસ્ટના દરેક સભ્યો દિલથી કાર્ય કરતાં હોવાથી તેમના વિવિધ લાભો હજજારો જરૂિયાતમંદો પરિવારોને મળ્યાં છે.
Tags:
News