અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આ કંગનાને આપણા ગુજરાતમાં આવેલા ગાંધી સ્મારકનું નામ ખબર છે ખરી ?

આ ગાંધી જ્યંતિ પર નવી પેઢીએ વોટ્સઅપ ફેસબુક ઇન્સટ્રાગ્રામ પર બાપુની ખુબ મજાકો ઉડાવી. બાપુનું અપમાન કરતા બાપુને નિમ્નકક્ષાના વિડિઓ કોમેન્ટની ભરમારથી મોબાઈલો ભરાઈ ગયા. આ વહેતી ગંગામાં આપણા મૂર્ખ શિરોમણી સાંસદ કંગનાએ પણ હાથ ધોઈ લીધા.

આ કંગના છાસવારે બફાટ કરે છે. એલફેલ નિવેદનો આપે છે બેન પહેલા અભિનેત્રી હતા હવે આપણી કમનસીબીએ સાંસદ પણ બની ગયા છે. બેનને સાંસદની ગરિમા અને મર્યાદાનો લાગે છે કે ખ્યાલ નથી. થોડા દિવસ પહેલા ખેડૂત આંદોલન વિશે નિવેદન કરી ભાજપની ટોચની નેતાગીરીને ફિક્સમાં મુકી દીધી. હવે બેનને જે મહામાનવ યુગપુરુષ બાપુ વિશે ખુબ જ ગંભીર કઈ શકાય એવું વાહિયાત તદ્દન ફાલતુ નિવેદન કરી હાંસીપાત્ર બન્યા છે. બાપુ વિશે જેમને એ. બી. સી. ડી. ખબર નથી બાપુ આપણા ગુજરાતી છે. આપણા ગુજરાતના પોરબંદરના વતની હતા તે ખબર છે? પોરબંદરમાં આવેલુ બાપુનું સ્મારક ક્યાં નામથી ઓળખાય છે તે આજના મોબાઈલના ગુલામો અને કંગનાબેનને ખબર છે? એ સ્મારકનું નામ " "કીર્તિ મંદિર " છે. આપણી કમનસીબી છે કે છેલ્લા ચાર વરસથી આ સ્મારક બઁધ હાલતમાં ધૂળ ખાય છે. વધુ આઘાત લાગે એવી વાત છે કે આ સ્મારકનો સમાવેશ હેરિટેજ મકાનમાં થાય છે. છતાં આપણું પુરાત્વ ખાતું ઘોર નિદ્રામાં છેલ્લા ચાર વરસથી પોઢી ગયું છે. બોલો મેરા ભારત મહાન.
બાપુનો જન્મ 1869 માં થયો હતો. એ હિસાબે આ વરસે 155 મી બાપુની જન્મજયંતી છે. બેનને કદાચ આ માહિતી નહી હોય કે બાપુનું આખુ નામ શું છે? બેન જે પક્ષના સાંસદ છે એ ભાજપના ટોચના આપણા લોકલાડીલા વડાપ્રધાન સહિતના ભાજપના ટોચના નેતાઓ બાપુની દિલ્હીમાં આવેલા સમાધી સ્થળ રાજઘાટ પર નતમસ્તક થઈ ખાદીના કપડાં પહેરી ફુલહાર કરી બે હાથ જોડી વઁદન કરે છે એ વિડિઓ અને ફોટા તો બેનએ જોયા નથી કે શું? 
બેન મારે ના લખવું જોઈએ પણ બે હાથ જોડી તમારી માફીની આશા સાથે મજબૂરીથી ગાંધીવાદી હોવાના નાતે લખું છું કે બાપુ તમારી જેમ અર્ધનગ્ન નાચગાન કરી આદર નામ કમાયા નથી. બાપુએ આખી જિંદગીમાં કોઈની આવી હલકી ટીકા કરી નથી. નિમ્ન કક્ષાની સામેવાલાને ઉતારી પાડતી કોઈનું અપમાન કરતી માનહાની કરતી કોઈ વાત કરી નથી.
એ વાત તો હું કબુલ કરું છું કે કોઈ પણ નેતાની બધી વાત સાથે કાયમ હંમેશા બધા જ ભારતીયો સહેમત છે એવું તો કદી બનવાનું જ નથી. આપણી વાતમાં સચ્ચાઈ ઈમાનદારી નિખાલસતા ઉંડાઇ મંથન હોવું જોઈએ બકબક બકવાસ નહી 
એક સમયે એમ કહેવાતું હતું કે બ્રિટિશ સામ્રાજ્યનો કદી અસ્ત થતો જ નથી. કેમ કે એ સમયે દુનિયાના આશરે 200 દેશોમાં બ્રિટિશરોનો વાવટો ફરકતો હતો એવા બ્રિટિશ સામ્રાજ્યને એક પણ ગોળી છોડ્યા વગર માત્ર અને માત્ર આત્મબળના સહારે મનોબળના સહારે દેશનિકાલ કર્યા ઘરભેગા કર્યા એ બ્રિટિશરોની રાણીના મહેલના પ્રાગણમાં આજે પણ વરસો પછી 2024 માં પણ મંદ મંદ હાસ્ય કરતી વિરાટ બાપુની પ્રતિમા ઉભેલી છે.
બેન વોટ્સઅપના ફાલતુ મેસેજો વાંચી બકવાસ કરવાનું બઁધ કરો નહી તો સાંસદપદેથી તમને રાજીનામુ આપવું પડે એ દિવસો દુર નથી.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો