WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયા: ચોર ટીસી ચોરી કરવા જતાં વીજશોકથી ઇજાગ્રસ્ત, બે શખ્સ છકડો લઈને નાસ્યા

વીંછિયા તાલુકાના મોઢુકા ગામે સીમ શાળા નજીક આવેલ PGVCLના ચાલુ વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવા શખ્સ તેની ઉપર ચડ્યો હતો અને જોરદાર કરંટ લાગતાં તે નીચે પટકાયો હતો અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. 
ઘટનાની ગ્રામજનોને જાણ થતા વીંછિયા PGVCLને જાણ કરવામાં આવી હતી. જેથી ટીમ અને વીંછિયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત શખ્સને 108ની મદદથી વીંછિયા સરકારી હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. 
તો આ બનાવ બન્યા બાદ પકડાઇ જવાની બીકે બે શખ્સ છકડો લઇને પોબારા ભણી ગયા હતા.
બોટાદ જિલ્લાના કાનીયાડનો વિકુ ગુલાબભાઈ શેખલીયા અને અન્ય બે શખ્સ છકડો રીક્ષા લઈને ટીસીની ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા.
વિકુ ટીસીમાં ઉપર ચડ્યો હતો, ચાલુ પાવરે ડીયો કાપવા જતા વિકુને વીજશોક લાગ્યો અને નીચે પટકાતા બુમાબુમ થઇ પડી હતી અને તે જોઇ બે શખ્સ છકડો લઈને નાસી ગયા હતા. બાદમાં ચોરની રાડોરાડથી લોકો એકઠા થયા હતા.
વીંછિયા પીજીવીસીએલના નાયબ ઇજનેર ગૌરવ બોડાએ જણાવ્યું હતું કે વિકુ શેખલિયા ચાલુ ટીસીમાં ડીયો કાપવા માટે ચડ્યો હતો અને વીજશોક લાગતા નીચે પટકાયો હતો.
તેણે જણાવ્યું હતું કે અમે ત્રણ વ્યક્તિ છકડો લઈ વાયર ચોરી કરવા આવ્યા હતા. બે વ્યક્તિએ ઉપર ચડીને વાયર કાપી નાખવાનું કહેતા તે ઉપર ચડ્યો હતો અને પડ્યો, આથી ગ્રામજનોએ અમને આખી ઘટનાની જાણ કરી.
જો કે અમને લાગે છે કે ખરેખર એ લોકો સર્વિસ વાયરનો જથ્થો ચોરી કરવા માટે નહી આવ્યા હોય કારણ કે તેની કોઈ ખાસ કિંમત હોતી નથી તે વાયરની કિંમત માત્ર 200 કે 300 રૂપિયા જ થાય.
આમાં અમારો અંદાજ એવો છે કે તે દૂર-દૂરથી સર્વિસનો જથ્થો નહી પણ ટીસી ચોરી કરવા માટે જ આવ્યા હશે. આ બનાવ બાબતે અમે વિંછીયા પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ આપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો