બોટાદ જિલ્લામાં મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ બોટાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા હડદડ ગામના શખ્સને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કર્યો છે.
બોટાદ જિલ્લાના હડદડ ગામે રહેતા કિશનભાઈ ઉર્ફે ડગો ધીરુભાઈ જમોડ કે તે પંથકમાં મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. જેથી બોટાદ LCB PI એ જી સોલંકીએ પાસાની દરખાસ્ત તૈયાર કરીને મેજીસ્ટ્રેટને મોકલતાં મેજીસ્ટ્રેટે પાસાની દરખાસ્ત મંજુર કરી હતી. જેથી બોટાદ LCB પોલીસે હડદડ ગામનો માથાભારે કિશોરભાઈ ઉર્ફે ડગો જમોડની પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલહવાલે કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.