આપણે બહુ મજબુત બની ગયા. બહુ પાવરફૂલ થઈ ગયા. વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે એવી ખાલી કોરી વાતો kya સુધી કરીશું ?
આજે આટલા વરસો થયા. આપણી સી. બી. આઈ. આપણી ગુપ્તચર એજન્સીઓ આપણી રો આપની દુનિયામાં બીજા નંબરે ગણાતી સેના આપણા ઉચ્ચ રાજકારણીઓ આપણા પોલીસ અધિકારીઓ મળીને પણ દાઉદ ઈબ્રાહીમને પકડવાની વાત તો દુર રહી હજુ સુધી દાઉદનો એક લેટેસ્ટ ફોટો પણ લાવી શક્યા નથી. આપણે અવારનવાર ટી. વી. પર અને પેપરોમાં જોઈએ તે દાઉદનો વરસો જુનો ફોટો છે. દાઉદ જીવે છે કે મરી ગયો છે એ પણ કોઈને ખબર નથી.
હવે કેનેડાનો આતંકી પન્નુ અને અમદાવાદની જેલમાં હાઈ સિક્યુરિટી વચ્ચે બઁધ લોરેન્સ ચમકી રહ્યા છે. રોજ સવારે ઉઠીને આ બે નમુના ભારતના વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. ભારતની અને ભારત સરકારની ઈજ્જતી કરી રહ્યા છે.
આપણે પાકના કબ્જામાં રહેલું આઝાદ કાશ્મીર પાછુ મેળવી શકીએ છે આ તો હું નથી કહેતો સરકારમાં બેઠેલા નેતાઓ વાણીવિલાસ કરે છે. તો પછી કેનેડામાં ખાનગી રાહે જઈ પન્નુનું એન્કાઉટર કેમ કરાતું નથી? પન્નુને પતાવવા કેમ મુર્હતની રાહ જોવાય છે? સાલો રોજ ઉઠીને ભારતના વિમાનો ઉડાવવાની ભારતમાં આંતક ફેલાવવાની જાહેરાત કરતો રહે છે અને આપણે ચુપચાપ બેસીને તમાશો કેમ જોયા કરીએ છીએ
એક બીજો લોરેન્સ આપણા એક વગદાર અભિનેતાને ઉડાવવાની સરેઆમ ધમકી આપે છે. એક જાણીતા પ્રખ્યાત અભિનેતા સલમાનને ખુલ્લેઆમ ધમકી અપાય છે એ પણ એક નહી વારંવાર રોજેરોજ તો પણ કઈ નહી. આમાં સામાન્ય ઉધોગપતિ બિઝનેસમેનનું શું? એમ તો ચુપચાપ ડરી ડરી રિબાઈને મરવાનુ? બીજું શું કરી શકે?
બિસ્નોઈ સમાજ તેમના ઝાડપ્રેમ વન્યપ્રાણીઓની રક્ષા અને પર્યાવરણ પ્રેમ માટે જાન પણ આપી દે છે એ માટે બિસ્નોઈ સમાજ અભિનંદનની અધિકારી છે ખુબ સારી વાત છે.
લોરેન્સ તો અમદાવાદની જેલમાં છે અહીંથી જેલમાં બેસીને લોરેન્સ તેના 700 શૂટરોને હથિયાર અને રૂપિયા પૈસા અને જરૂરી માર્ગદર્શન સુચનાઓ હુકમ બહાર પાડે છે. આ ગેંગમાં 700 શૂટરો છે. જોયું ભારતમાં કેટલી બેકારી બેરોજગારી છે? શિક્ષિત યુવાનો કઈ કામધંધો નહી મળતા શૂટર બની જાય છે.
લોરેન્સને સ્વાભાવિક લેટેસ્ટ ફોન લેપટોપ પલંગ ખુરસી ટેબલ પંખા જોઈએ આ સહિત બીજી જરૂરિયાતો જેલમાં કોણ પુરી પાડે છે? કોણ આર્થિક મદદ કરી રહ્યા છે? કોણ બહારની દુનિયાની રગેરગ રજેરજ માહિતી રોજેરોજ પુરી પાડી રહ્યું છે? 700 માણસોને આ લોરેન્સ જેલમાં બેસીને કેવી રીતે હેન્ડલ કરી શકે? કારણ કે આપના ઘરના જ ઘાતકીઓ હોય શકે? આ ગદ્દારો કોણ એ પહેલા શોધો લોરેન્સને આર્થિક પીઠબલ પરદા પાછળ રાજકીય છત્ર કોણ પુરુ પાડી રહ્યું છે? એની તલસ્પર્શી તપાસ કેમ થતી નથી?
શું લોરેન્સ આપના કોઈ વગદાર વજનદાર રાજકારણીનો માણસ છે? માત્ર પ્યાદો છે? પરદા પાછળ ભેજું બીજું કોઈ છે? શું લોરેન્સના ગોડફાધરનું નામ કોઈ દિવસ ખુલશે ખરું? આટલુ સોલિડ રાષ્ટ્રવ્યાપી તો ઠીક આંતરરાષ્ટ્રીય સંગઠનને દોરવવાનું લોરેન્સ કે કોઈ એક માણસનું ગજુ નથી. પરદા પાછળ કોણ ?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા.
સુરત
93769 81427