WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના આટકોટમાં બાયોડીઝલ વેચતા પેટ્રોલ પંપ સંચાલક સામે ગુનો નોંધાયો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના આટકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા સત્યસાંઈ પેટ્રોલપંપ પાસે આઠ મહિના પૂર્વે જસદણ મામલતદારે દરોડો પાડી ચાર હજાર લીટર બાયોડીઝલ ઝડપી પાડ્યો હોય જે મામલે એફએસએલના રિપોર્ટ બાદ પેટ્રોલ પંપના સંચાલક સામે ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ જસદણના મામલતદાર એમ.ડી. દવેએ આટકોટ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના સાણથલી ગામના અરવિંદ મનુભાઈ ધડુકનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 29-2-24ના રોજ મામલતદાર એમ.ડી. દવે તેમજ ફરેણી ગામના મદદનીશ નિયામક એસજી પટેલ તેમજ જસદણના એમ.સી. રાજ્યગુરુ સહિતનીટીમે ગોંડલ ચોકડી પાસે આટકોટ નજીક બાપાસીતારામ હોટલ પાછળ બીપીસીએલ કંપનીના સત્યસાંઈ પેટ્રોલપંપ નજીક દરોડો પાડતા ત્યાંથી આશરે 4 હજાર લીટર જેટલુ બાયોડીઝલ મળી આવ્યુ હતું.

10 હજાર લીટરના ક્ષમતા વાળા ગ્રાઉન્ડ સ્ટોરેજના 4 હજાર લીટર બાયોડીઝલ કબ્જે કર્યા બાદ આ અંગે એફએસએલની મદદ લઈ પેટ્રોલપંપના માલીક પાસે આ અંગે જરૂરી મંજુરીના કાગળો માંગતા ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યુ હતું.

રૂા. 2.88 લાખનો બાયોડીઝલનો જથ્થો સીલ કરવામાં આવ્યા બાદ એફએસએલના રિપોર્ટમાં આ બાયોડીઝલ હોવાનું પુરવાર થતાં અંતે દરોડાના આઠ મહિના બાદ પેટ્રોલપંપના માલીક સામે આ અંગે આવશ્યક ચિજવસ્તુ અધિનિયમ 1995ની કલમ 3-7 અને પેટ્રોલીયમ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો