અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

થાનમાં 12 વર્ષની દીકરીને છરી બતાવી આબરૂ લેવાનો પ્રયાસ

ઝાલાવાડમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત ન હોય તેમ 10 મહિનામાં 14 જેટલા દુષ્કર્મના બનાવ બની ચૂક્યાં છે. બાળકીઓને પ્રલોભન આપી કે ધાકધમકીથી શારીરિક અડપલા કરવાના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યાં છે. તેવામાં થાનમાં 12 વર્ષની બાળકીને 35 વર્ષનો યુવક છરીની અણીએ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતાં તેણીએ દેકારો કરતાં યુવક રૂમમાં પૂરી ભાગી છૂટ્યો હતો. નોંધનીય છે કે, પરિણીત યુવકને બે સંતાનો છે. નળખંભાથી થાનમાં દારૂનો વેપલો કરવા આવતો હતો.

થાનમાં રહેતા એક પરિવારની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તા.7 નવેમ્બર 2024ના રોજ તેઓ સવારે 7 વાગ્યે મજૂરી કામ અર્થે સિરામીક કારખાને ગયા હતા. તેઓના ત્રણ સંતાનો પૈકી 12 વર્ષ અને 11 મહિનાની દીકરી દીવાળીના વેકેશનમાં ઘરે આવી હતી. બપોરના અઢી વાગ્યે તેમના જેઠની દીકરીએ ફોન કરી જણાવ્યું હતું કે, સગીર દીકરી ઓસરીમાં સૂતી હતી ત્યારે મૂળ નળખંભામાં ગોવિંદભાઇ ભીમાભાઇ સારલાએ છરી બતાવી પરાણે ઉઠાવીને તેના ઘરમાં લઇ ગયો હતો. છરી બતાવી કહ્યુ કે રાડો પાડીશ નહીં તેમ કહી મારૂ મોઢુ દબાવી દુષ્કર્મનો પ્રયાસ કરતાં ડરી ગયેલી સગીરાએ દેકારો મચાવ્યો હતો. લોકો ભેગા થઇ જતાં પકડાઇ જવાના ડરથી આરોપી સગીરાને રૂમમાં પુરીને ભાગી ગયો હતો. પોલીસે ભાગી ગયેલા આરોપીને પકડવા દોડધામ શરૂ કરી દીધી છે. આરોપી પરિણીત હોવા સાથે તેના બે સંતાનો છે. આરોપી દારૂનો ધંધો કરવા માટે થાન આવતો હતો સાંજે પરત જતો રહેતો હતો.

જિલ્લામાં 10 મહિનામાં દુષ્કર્મના 14 બનાવ થાનની સગીરા ઉપર ગત ઓક્ટોમ્બર મહિનામાં 7 યુવકોના દુષ્કર્મની ઘટના, ધ્રાંગધ્રામાં રિક્ષાચાલકે બાળકીને પીંખવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત 10 મહિનામાં અંદાજે 14 જેટલી દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે શારિરીક અડપલાના કિસ્સા પણ અવારનવાર બનતાં હોય છે.

બાળકો ઇઝી ટાર્ગેટ હોઇ સૌથી વધુ ભોગ બને છે : પોર્ન સાઇટ પણ જવાબદા ર નાના બાળકો પર દુષ્કર્મ અને શારીરિક અડપલા કરવા પાછળ આરોપીની માનસિક વિભિન્ન હોય છે. બાળકો ઇઝી ટાર્ગેટ હોવાથી સગીરો શારિરીક અડપલાંના સૌથી વધુ ભોગ બનતાં હોય છે. આવા કિસ્સાઓ વધવા પાછળ સૌથી મહત્વની બાબત હોય તો તે છે, પોર્નસાઇટ, ઉત્તેજક ફિલ્મો. આ ઉપરાંત મોટી ઉંમર થવા છતાં લગ્ન ન થવાના લીધે માનસીક વિકૃતી જાગતી હોય છે.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો